હાઇ કમીશનના માધ્યમથી માલ્યાને લંડન નોટીસ મોકલવામાં આવે: SC

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે 17 બેંકોની અરજી પર સુનાવણી કરતાં કિંગફિશરના પૂર્વ અધ્યક્ષ વિજય માલ્યા પાસે જવાબ માંગ્યો હતો અને બેંકોને પરવાનગી આપી હતી કે તે બિઝનેસમેનને લંડન નોટીસ મોકલે.

બેંકોના કેસ લડી રહેલા એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે વિજય માલ્યા 2 માચના રોજ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. જો કે હાલ વિજય માલ્યા ક્યાં છે, તેની જાણકારી કોઇની પાસે નથી પરંતુ તે લંડન હોય તેની સંભાવના છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે યૂનાઇટેદ બ્રુવરીઝ, કિંગફિશર ફિનવેસ્ટ, ડિયાજિયો અને યૂનાઇટેડ સ્પિરિટ્સને પણ નોટીસ જાહેર કરી છે. કોર્ટે બેંકોને હાઇ કમીશનના માધ્યમથી લંડનમાં વિજય માલ્યાને નોટીસ મોકલવાની પરવાનગી આપી દીધી છે. વિજય માલ્યાએ તાજેતરમાં જ લંડન જઇને પોતાના બાળકોની પાસે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ તે ત્યાં હોવાની સંભાવન વ્યક્ત કરવામાં આવી રહી છે. કેસની સુનાવણી આગામી 30 માર્ચના રોજ થશે.

જો કે વિજય માલ્યાની પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સહિત 17 બેંકોનું લગભગ 9000 કરોડ રૂપિયાનું દેવું છે. બેંકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી વિજય માલ્યાના વિદેશ જવા પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી પરંતુ વિજય માલ્યા પહેલાં જ વિદેશ જતા રહ્યા હોવાની જાણકરી મળ્યા બાદ બેંચે કહ્યું કે ‘હવે શું કરી શકાય.’ ત્યારબાદ કોર્ટે વિજય માલ્યા અને કિંગફિંશર એરલાઇન્સને નોટીસ જાહેર કરી છે. આ સાથે જ કોર્ટે બેંકોને પરવાનગી આપી છે કે તે હાઇ કમીશનના માધ્યમથી લંડનમાં વિજય માલ્યાને નોટીસ મોકલી શકે છે, જ્યાં હાલ તે હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોર્ટે કહ્યું કે રાજ્યસભાના રેકોર્ડ્સમાં નોંધવામાં આવેલા વિજય માલ્યાના ઓફિશિયલ ઇ-મેલ એડ્રેસ પર પણ નોટીસ મોકલવામાં આવે. વિજય માલ્યા 2010માં કર્ણાટકથી બીજી વાર સંસદના ઉચ્ચ સદન રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા હતા.

You might also like