વિજય માલ્યા પાસેથી ટેક્સ વસૂલવામાં સરકાર ફરી નિષ્ફળ

નવી દિલ્હી: લિકર કિંગ વિજય માલ્યા પાસેથી નાણાંની વસૂલાતનો સરકારનો વધુ એક પ્રયાસ નિષ્ફળ થયો છે. માલ્યાના પર્સનલ જેટ વિમાનની હરાજી માટે માત્ર ૧.૯ કરોડ રૂપિયાની બોલી લાગી, જે વિમાનની ઓરિજીનલ રકમ ૧૫૨ કરોડ રૂપિયાના એક ટકા કરતાં પણ અોછી છે.

વિભાગના અેક અધિકારીઅે કહ્યું કે અા વિમાન માટે ૧૫૨ કરોડની રકમ નક્કી કરાઈ હતી, પરંતુ યુઅેઇની વિમાન સપોર્ટ કંપની અલ્ના અેરો ડિસ્ટ્રિબ્યૂશનલ ફાઈનાન્સ હોલ્ડીંગ્સે અા માટે માત્ર ૧.૯ કરોડની બોલી લગાવી. કંપનીઅે હરાજીના નિયમો હેઠળ એક કરોડ રૂપિયાની રકમ જમા કરાવી હતી.
અા વિમાનને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે ડિસેમ્બર-૨૦૧૩માં કુર્ક કર્યું હતું. વિભાગને માલ્યાની કિંગફિશર અેરલાઈન્સ પાસેથી ૮૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ ટેક્સ વસૂલવાનો છે.

અા માટે ઇ-અોક્સનનું અાયોજન કરાયું હતું. સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટના અેક અધિકારીઅે જણાવ્યું કે કંપનીઅે ૧૫૨ કરોડ રૂપિયાની રિઝર્વ પ્રાઈસ પ્રમાણે ૧.૦૯ કરોડની અોફર કરી. રિઝર્વ પ્રાઈસ કરતાં બહુ અોછી બોલી લગાવાઈ, જેથી અમે અા અોફર ન સ્વીકારી. અધિકારીઅે કહ્યું કે ફરી વખત સરકારની મરજી વિરુદ્ધ અથવા તો માત્ર ઘરેલુ ઉડ્ડયન કંપનીની હરાજી કરવાની કોશિશ કરાશે અથવા તો રિઝર્વ પ્રાઈસને ઘટાડાશે.

અા પહેલાં માલ્યાની કંપનીને લોન અાપનાર બેન્કોઅે મુંબઈમાં તેમના કિંગફિશર હાઉસને ૧૫૦ કરોડ રૂપિયા જ્યારે કિંગફિશર બ્રાન્ડને ૩૬૭ કરોડ રૂપિયામાં વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી, કેમ કે ત્યારે કોઈ ખરીદદાર સામે અાવ્યો ન હતો.

You might also like