માલ્યાના દાવાની ટાંય-ટાંય ફીશ, સમાચારપત્રએ જાહેર કર્યો પ્રથમ ઇન્ટરવ્યૂનો E-Mail

નવી દિલ્હી: નવ હજાર કરોડની લોન લઇને વિદેશ ભાગે જનાર બિઝનેસમેન વિજય માલ્યાના ઇન્ટરવ્યૂને લઇને વિવાદ ઉઠતાં ‘સંડે ગાર્ડિયન’ને મંગળવારે વાતચીતનો ઇમેલ જાહેર કર્યો છે. વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે કોઇને ઇન્ટરવ્યૂ આપ્યો નથી, ત્યારબાદ સમાચાર પત્રએ આ ઇમેલ જાહેર કર્યો છે.

e-mail

વિજય માલ્યાએ સોમવારે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે તેમણે કોઇ મીડિયા સંસ્થાને ઇન્ટરવ્યૂ આપ્યો નથી. તેમણે ટ્વિટર પર લખ્યું કે તે આવા સમાચારો વાંચીને આઘાતમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ‘સંડે ગાર્જિયન’ને વિજય માલ્યાનો ઇન્ટરવ્યૂ છાપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ઇ-મેલ ઇન્ટરવ્યૂં છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે વિજય માલ્યા ભારત પરત ફરવા ઇચ્છે છે પરંતુ સ્થિતિ સારી નથી.

દેશની 17 બેંકો પાસેથી 9000 કરોડની લોન લઇને ભાગનાર વિજય માલ્યાના નામથી છપાયેલા ઇન્ટરવ્યૂંમાં કહેવામાં આવ્યું, ‘હું દિલથી ભારતીય છું અને હું પરત ફરવા માંગું છું. પરંતુ મને શક છે કે ત્યાં મને મારો પક્ષ રજુ કરવા માટે યોગ્ય તક આપવામાં આવશે. મને પહેલાં જ ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે પરત ફરવા માટે આ યોગ્ય સમય નથી.

તેમના લોકેશન વિશે સમાચારપત્ર દ્વારા પૂછવામાં આવતાં વિજય માલ્યાએ કહ્યું કે ‘મને લાગતું નથી કે મારા રહેણાંક વિશે જણાવવું હોશિયારી કહેવાશે. હું કોઇ ખૂંખાર અપરાધી નથી કે ઓથોરિટીઝને મારી શોધખોળની જરૂરિયાત છે. હાલ હું સુરક્ષિત અનુભવું છું.

આ પહેલાં વિજય માલ્યાએ કહ્યું કે મને વિલન મત બનાવો. મારા ઇરાદા બિલકુલ સારા છે. હું એટલા માટે ચૂપ છું. કારણ કે મને ડર છે કે બીજાની માફક મારે પણ શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવશે. આ પહેલાં રવિવારે સવારે જ ટ્વિટ કરી આરોપ લગાવ્યો કે બ્રિટીશ મીડિયા તેમને શિકાર બનાવી રહ્યું છે.

ટ્વિટના માધ્યમથી તેમણે મીડિયાને સંદેશો આપ્યો કે તે કોઇની સાથે વાત કરવા માંગતા નથી. એટલા માટે કોઇ તેમની પાછળ દોડીને સમય બગાડે નહી. તેમણે લખ્યું કે ‘હું યૂકેમાં મીડિયાનો શિકાર બની રહ્યો છું. આ દુખદ છે કે તે યોગ્ય જગ્યા શોધી શકતા નથી. હું મીડિયા સાથે વાત કરીશ નહી, એટલા માટે તમારી મહેનત બેકાર ન કરો.

You might also like