માલ્યાએ કહ્યું દેશનો જવાબદાર નાગરિક ભાગેડુ નહી : 18મીએ EDએ હાજર રહેવા કર્યું ફરમાન

નવી દિલ્હી : બેંકોનાં 9હજાર કરોડનાં દેવાદાર વિજય માલ્યાને મની લોન્ડરિંગનાં કેસમાં ઇડીએ પુછપરછ માટે બોલાવ્યા છે. 18 માર્ચે તેને એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની સામે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. અગાઉ શુક્રવારે માલ્યાએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય વેપારી છું ભાગેડું નથી. જો કે હવે તે ભારત પરત આવે છે કે તેમ તે જોવું રહ્યું. ભારતીય સમય અનુસાર શુક્રવારે વહેલી સવારે વિજય માલ્યાએ ટ્વીટ કરીને પોતે ભાગેડું નહી હોવાની જાહેરાત કરી હતી.

માલ્યાએ જણાવ્યું કે પોતે આંતરરાષ્ટ્રીય બિઝનેસમેન છે જેનાં કારણે તે અવાર નવાર ભારત આવતો જતો રહે છે. જેથી મને ભાગેડું લેખાવાય છે તે ખોટું છે. ભારતનાં નાગરિક તરીકે હું દેશનાં કાયદાનું સન્માન કરૂ છું અને તેનાંથી બંધાયેલો છું. ભારતનું ન્યાયતંત્ર મજબુત છે અને તેનાં પર મને વિશ્વાસ છે. પરંતુ હું મીડિયા ટ્રાયલમાં હાજર રહેવા માટે બંધાયેલો નથી. આટલા વર્ષોમાં મે જ મીડિયાને સગવડો આપી છે. મદદ કરી છે તેને મીડિયા અને તેનાં વિવિધ બોસે ભુલવી ન જોઇએ. મારી પાસે ઘણું નોંધાયેલું છે. હવે TRPની રેસમાં તેઓ દોડવા લાગ્યા છે પણ મે કરેલી મદદ પણ ભુલવી ન જોઇએ.

અહેવાલો એવા આવી રહ્યા છેકે મારી સંપત્તિ જાહેર કરવી જોઇએ. તેનો અર્થ એવો થાય છે કે બેન્કો દ્વારા મારી સંપત્તી જોયા વગર જ મને લોન આપી દીધી હતી ? એક વખત મીડિયાને કોઇ મુદ્દો મળી જાય પછી તેઓ સાચું ખોટું કાઁઇ પણ જોયા વગર મન પડે તેવી રીતે ટીઆરપી માટે શો કર્યા કરે છે.

માલ્યા જેટ એરવેઝની ફ્લાઇટથી દિલ્હીથી લંડન ગયો હતો. 2 માર્ચે 1.15 વાગ્યાની 9w122થી લંડન જવા રવાનાં થયા. તેણે બોઇંગ 777ની ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કર્યો. તેની સાથે 11 જેટલી બેગ અને એક અંગત મહિલા આસીસ્ટન્ટ પણ હતી. ફ્લાઇટમાં બેસતા પહેલા તે ઇન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં T3ટર્મિનલનાં પ્રીમિયમ પ્લાઝા લોન્જમાં 60 મિનિટ સુધી રોકાયા હતા. તેણે પોતાની સાથે રહેલી સેક્રેટરી સાથે કોફી અને સ્નેક્સ પણ લીધા હતા. જો કે લોન્જમાં માલ્યા ઘણા તણાવમાં લાગતા હતા. તેને સતત લોકો મળવા આવતા રહેતા હતા.

You might also like