લંડનમાં ધરપકડ બાદ માલ્યાને વેસ્ટમિંસ્ટર કોર્ટથી મળ્યા જામીન

લંડન: લંડનમાં ધરપકડ કરવામાં આવેલી ભારતના દારૂ વેપારી વિજય માલ્યાને કલાકોની અંદર જ જામીન મળી ગયા છે. માલ્યાને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન મળી ગયા. જણાવી દઇએ કે ભારત સરકારે ભાગેડું જાહેર કરી દીધો છે. માલ્યા ઉપર ભારતીય બેંકો પાસેથી 9 હજાર કરોડ કરતાં વધારે રૂપિયા ના ચૂકવવાનો આરોપ છે.

આ પહેલા સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે કહ્યું હતું કે માલ્યાને ભારતના અધિકારીઓના કહેવા પર ધરપકડ કરી હતી. માલ્યાને ભારત-બ્રિટનની વચ્ચે થયેલી સંધિ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જામીન બાદ માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતની મીડિયાએ વધારીને રજૂ કર્યું.


આ પહેલા બ્રિટેનની સરકારે ભારતના પ્રત્યર્પણના આગ્રહને જિલ્લા જજને મોકલી દીધો હતો. આ માલ્યાને ભારત લાવવા અને એની પર કેસ ચલાવવાની દ્રષ્ટિએ પહેલું પગલું હતું. માલ્યાની બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સ પર બેંકોને 9000 કરોડ રૂપિયાથી વધારે દેવું બાકી છે.

માલ્યાની ધરપકડ બાદ હવે દરેકનું ધ્યાન એ વાત તરફ છે કે શું મોદી સરકાર માલ્યાને ભારત લાવી શકશે. માલ્યાનો દેશ છોડીને ગયા બાદ વિપક્ષે મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. સરકારે જાહેરાત કરી હતી કે માલ્યાને પરત લાવવામાં આવશે. ત્યારબાદ ઇડી અને સીબીઆઇ સહિત તમમા એજન્સીઓ માલ્યાને પકડવા માટે લાગી પડી હતી. ભારતે બ્રિટનથી માલ્યાને લાવવા માટે કૂટનૂતિક ચેનલોનો ઉપયોગ પણ કર્યો અને બ્રિટિશ સરકારને ચિઠ્ઠી પણ લખી હતી. હવે ધરપકડ બાદ સરકાર દરેક પ્રક્રિયાઓને પૂરી કરીને માલ્યાને પરત લાવવાનો પ્રયત્ન કરશે.

માલ્યાની લંડનમાં ધરપકડ બાદ મોદી સરકારે કહ્યું છે કે સરકાર ભ્રષ્ટાચારની બાબતને લઇને કડક છે. નાણાં રાજ્ય મંત્રી સંતોષ ગંગાવારએ કહ્યું કે કોઇને પણ છોડવામાં આવશે નહીં. સરકાર પોતાની તરફથી તમામ પ્રયત્નો કરશે.

માલ્યા ગત વર્ષે બે માર્ચે બ્રિટન ચાલ્યો ગયો હતો. જ્યારે એના થોડા સમય બાદ જ સુપ્રીમ કોર્ટે માલ્યાએ પોતાના પાસપોર્ટ સાથે વ્યક્તિગત રૂપથી 30 માર્ચ, 2016ના રોજ હાજર રહેવા કહ્યું હતું, ભારતે એ વર્ષે 8 ફેબ્રુઆરીએ ઓપચારિક રીતે બ્રિટેન સરકારને ભારત-બ્રિટેન પ્રત્યર્પણ સંધિ હેઠળ માલ્યાના પ્રત્યર્પણનૌ ઔપચારિક આગ્રહ કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like