માલ્યા UK છોડવાના મૂડમાં નથી, કહ્યું- મારી ધરપકડથી પૈસા મળવાના નથી

નવી દિલ્હી: ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને વિદેશ ભાગી ચૂકેલા બિઝનેસમેન વિજય માલ્યાને પરત લાવવાના પ્રયત્નો ઝડપી બની રહ્યાં છે. વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે બ્રિટિશ હાઇકમિશનને પત્ર લખ્યો છે. પરંતુ આ દરમિયાન વિજય માલ્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં ભારત ફરવાનો તેમનો કોઇ ઇરાદો નથી.

દારૂના બિઝનેસમેન વિજય માલ્યાએ અંગ્રેજી સમાચાર પત્ર ‘ફાઇનાસિયલ ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે ‘મારી ધરપકડથી પૈસા નહી મળે, હું યૂકે નહી છોડું.’ 60 વર્ષના માલ્યા અત્યારે સેંટ્રલ લંડનમાં પોતાના ઘર માયફેરમાં રહે છે. તેમણે આગળ કહ્યું કે ‘હું પૈસા આપવા માટે તૈયાર હતો. અમે બેંકો સાથે સતત વાતચીત કરી રહ્યાં છીએ. પરંતુ બેંકોએ અમારા પ્રસ્તાવને નકારી કાઢ્યો.’

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ ભારત સરકારે બ્રિટન હાઇકમિશનને પત્ર લખીને માલ્યાના પ્રત્યર્પણની માંગ કરી છે. તે 2 માર્ચથી યૂકેમાં છે. તપાસ એજન્સીઓની પકડથી દૂર ભાગી રહેલા વિજય માલ્યા માટે આગળ બચવું મુશ્કેલ બની રહ્યું છે. ભારત સરકારે તેમને હિંદુસ્તાન લાવવા માટે કૂટનીતિક સ્તર પર પ્રયત્નો ઝડપી કરી દીધા છે. બ્રિટનથી માલ્યાને ડિપોર્ટ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ગુરૂવારે કહ્યું કે અમે હાઇકમિશનને પત્ર લખીને બ્રિટિશ સરકાર પાસે વિજય માલ્યાના નિર્વાસનનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત લંડન સ્થિત ભારતીય હાઇકમિશને મૌખિક રીતે આ મામલો બ્રિટનના વિદેશ અને રાષ્ટ્રમંડળ કાર્યાલયની સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે તે આ મામલે સતત બ્રિટિશ અધિકરેઓની સાથે વાતચીત કરી રહ્યાં છે. ઇડીના નિર્દેશક કરનલ સિંહે પોતે વિદેશ મંત્રાલયને પત્ર લખીને માલ્યાને લાવવા માટે કૂટનીતિક પ્રયત્ન કરવાનો આગ્રહ કર્યો હતો.

અત્ર ઉલ્લેખનીય છે કે ત્રણ વખત વિજય માલ્યાના સમંસ જાહેર કરી પૂછપરછ માટે હાજર થવાની તક આપી હતી. પરંતુ માલ્યા હાજર થવામાં અસમર્થતા દર્શાવી રહ્યાં છે. ત્યારબાદ ઇડીએ વિદેશ મંત્રાલય પાસે પોતાનો પાસપોર્ટ રદ કરાવી દીધો અને મુંબઇની કોર્ટમાંથી બિન જામીનપાત્ર વોરંટ પણ લીધું. સ્પષ્ટ છે કે વિજય માલ્યા બચવાના પ્રયત્નમાં હવે બ્રિટિશ સરકાર પાસે ત્યાં રહેવાની પરવાનગી માંગશે. આ ઉપરાંત તે પોતાનો પાસપોર્ટ રદ કરવાનો પડકાર ફેંકી ચૂક્યા છે.

બીજી તરફ માલ્યા વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર થઇ ચૂક્યું છે. તેમનો પાસપોર્ટ રદ છે. તેમણે બ્રિટનના વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તે પ્રવાસી વિઝા પર બ્રિટન ગયા હતા. જ્યારે માલ્યાએ કહ્યું હતું કે તે એક કોફ્રંસમાં ભાગ લેવા માટે બ્રિટન આવ્યા છે, જેની પરવાનગી ટૂરિસ્ટ વિઝા પર આપવામાં આવતી નથી.

You might also like