આજથી રાજકોટમાં વિજય હજારે વન-ડે ટૂર્નામેન્ટ

રાજકોટ: તાજેતરમાં જ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ્ર દેખાવ કરી ગ્રૂપ ‘સી’માં ટોચ પર રહેનારી સૌરાષ્ટ્ર્રની ટીમ હવે રાજકોટમાં રમાનારી વિજય હજારે વનડે ટ્રોફીના ગ્રૂપડી પૈકીના મેચોમાં કાંડાનું કૌવત બતાવવા સજ્જ બની ગઈ છે. આજથી રાજકોટના માધવ રાધવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ગોવા અને બંગાળ તથા હિમાચલપ્રદેશ અને ઉત્ત્।ર પ્રદેશ વચ્ચેના મેચથી ટૂર્નામેન્ટનો પ્રારભં થશે.  જ્યારે તા.૧૧ ડિસેમ્બરે શુક્રવારે સૌરાષ્ટ્ર્રની ટીમ મધ્યપ્રદેશની ટીમ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં સુરેશ રૈના, ભુવનેશ્રર કુમાર, ચેતેશ્રર પૂજારા, રવિન્દ્ર જાડેજા, રિધ્ધિમાન શાહા સહિતના સ્ટાર ખેલાડીઓ રાજકોટ રમવા આવનાર હોય આકર્ષણનું કેન્દ્ર બનશે.

રાજકોટમાં મેચ રમવા માટે કુલ ૫ ટીમો આવશે જેમાં ઉત્ત્।ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, બંગાળ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. આ ૬ ટીમો વચ્ચે કુલ ૧૫ મેચ રમાશે. આ ટીમો પૈકીના સ્ટાર ખેલાડીઓ પર નજર રાખવામાં આવે તો ઉત્તરપ્રદેશની ટીમમાં સુરેશ રૈના, ભુવનેશ્રર કુમાર, પિયુષ ચાવલા,પ્રવિણ કુમાર જેવા ખેલાડીઓ છે.  જો કે સુરેશ રૈના ટીમ સાથે બીજા મેચથી એટલે કે ૧૩મી ડિસેમ્બરથી જોડાશે ત્યારે ભુવનેશ્રર કુમાર ત્રીજા મેચથી એટલે કે ૧૪મી ડિસેમ્બરથી ટીમ સાથે જોડાશે.

આ ઉપરાંત અન્ય ટીમો પર નજર કરવામાં આવે તો બંગાળની ટીમમાં મનોજ તિવારી, રિધ્ધિમાન શાહા જેવા ફટકાબાજો છે. જ્યારે મધ્યપ્રદેશમાં નમન ઓઝા, ઈશ્વર પાંડે જેવા સ્ટાર ખેલાડીઓ છે.  સૌરાષ્ટ્ર્રની ટીમની વાત કરવામાં આવે તો જયદેવ શાહની આગેવાનીમાં ટીમ સુંદર દેખાવ કરવા માટે સજ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા કમબેક થઈ જતાં ટીમ મજબૂત થઈ ગઈ છે અને હરિફ ટીમોને હંફાવશે તેમ કહેવામાં કોઈ અતિશયોકિત નથી. સૌરાષ્ટ્ર્ર પાસે જયદેવ ઉનડકટ, વંદિત જીવરાજાની જેવા બોલરો પણ છે જે ધારદાર બોલિંગ કરવા માટે સક્ષમ છે. આમ આજથી શરૂ થતી વિજય હજારે ટ્રોફી ક્રિકેટ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

You might also like