ભાગલા સમયે મહિલાઓની વ્યથા વર્ણવતી કોઇ ફિલ્મ બની નથી : વિદ્યા

મુંબઈ; અભિનેત્રી વિદ્યા બાલને તેની આગામી ફિલ્મ બેગમ જાન વિશે વાત કરતા જણાવ્યું હતુ કે ફિલ્મમાં ભાગલા સમયે મહિલાઓની જે સ્થિતી હતી તેને રજુ કરતી આ એક જુદી જ ફિલ્મ છે.  આ ફિલ્મમાં તેનું પાત્ર ભાગલા સમયના મારને સહન કરવા વાળી મહિલાનું છે જે વેશ્યાલય ચલાવે છે
આ ફિલ્મ નિર્દેશક શ્રીજીત મુખરજીની બંગાળી ફિલ્મ “રાજકહાની”નું હિંદી રૂપાંતરણ છે. ફિલ્મનું પોસ્ટર પણ રીલીઝ કરી દેવામાં આવ્યું છે.
ફિલ્મની વાર્તા વેશ્યાલયમાં રહેવાવાળી મહિલા પર આધારીત છે જે ભાગલા દરમિયાન બનેલી નવી નિયંત્રણ રેખાથી પોતાની જાતને પણ બે ભાગમાં વહેચાયેલી અનુભવે છે. નવી નિયંત્રણ રેખાઓને કારણે તેઓના અડઘા ઘરો ભારતમાં અને અડધા પાકિસ્તાનમાં જતાં રહે છે. ત્યાર બાદ તે પોતાના અધિકારો માટેની લડાઈ લડે છે.

વિદ્યાએ વધુમાં જણાવ્યુ કે અમોને ભાગલા બાબતની જે જે માહિતી મળી છે એ પુસ્તકોમાંથી જ મળી છે, ભાગલા પર આપણે ત્યાં વધુ ફિલ્મો નથી બની, ખાસ કરીના મહીલાઓ પર કે એ સમયે મહિલાઓને શું શું સહન કરવું પડ્યું હતું તેજ  કારણોસર આ ફિલ્મની વાર્તા રસપ્રદ છે.

1
( બેગમજાનનું અગાઉ અને હાલમાં રીલીઝ થયેલું પોસ્ટર)

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રિ જણાવ્યુ હતુ કે ફિલ્મની વાર્તાની જો વાત કરીએ તો આ ફિલ્મમાં એવા ઘણા ભાવનાત્મક અને માનસિક હિંસક પાસાઓ દર્શાવવામાં આવ્યા છે જેને દ્રઢતાપુર્વક શુટ કરવું સહેલુ ન હતું

ફિલ્મનું હાલમાંજ રજુ થયેલું પોસ્ટર લોકોની વાહવાહી એકઠી કરી રહ્યું છે. બેગમ જાનમાં નસરુદ્દીન શાહ, ઈલા અરૂણ, પલ્લવી શારદા, ગૌહર ખાન, આશિષ વિદ્યાર્થી, વિવેક મુશરાન અને ચંકી પાંડે જેવા અભિેનેતાઓ છે. ફિલ્મની સંભવિત રીલીઝ તારીખ 14 એપ્રીલ હોવાનું જાણવા મળી રહયું છે.

You might also like