દરેક વ્યક્તિને પોતાની અભિવ્યક્તિની આઝાદી હોવી જોઇએ : વિદ્યા બાલન

મુંબઇ : અભિનેત્રી વિદ્યા બાલનનું કહેવું છે કે તે દિલ્હી યુનિવર્સિટીમાં જે થઇ રહ્યું છે તેમાં કંઇ પણ જોડવા નથી માંગતી પરંતુ અનુભવી રહી છે કે લોકોએ બીજાની અભિવ્યક્તિની આઝાદીનો આદર કરવો જોઇએ. લેડીશ્રીરામ કોજેલની વિદ્યાર્થીની ગુરમેહર કૌર, શહિદ કેપ્ટન મંદીપ સિંહની પુત્રીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિરુદ્ધ ઓનલાઇન સોશ્યલ મીડિયા અભિયાન ચલાવ્યું હતું.જે વાઇરલ થયું હતું.

વિદ્યાર્થીઓએ આ અભિયાન આઇસા અને એબીવીપી કાર્યકર્તાઓ વચ્ચે દિલ્હી યુનિવર્સિટીનાં રામજસ કોલેજમાં થયેલી હિંસાના વાદ ચલાવ્યા હતા. ગુરમહેર કૌરે કથિત રીતે આરએસએશ સમર્થિત સંગઠન એબીવીપીની મળી રહેલી ધમકીઓ અને ટ્રોલ કરવામાં આવ્યા બાદ પોતે કાલે સોશ્ય મીડિયા અભિયાનથી અલગ થઇ ગઇ હતી. જ્યારે અભિનેત્રીને પુછવામાંઆવ્યું કે તે આ મુદ્દે શું વિચારે છે તો તેણે કહ્યું કહું આ અંગે કાંઇ જ બોલવા નથી માંગતીહું વિચારૂ છું કે આપણે સૌથી વધારે ધ્યાન આપવાની બાબત છે તે બીજાની અભિવ્યક્તિની આઝાદીનો આદર.હું આમા વધારે કાંઇ જ કહેવા નથી માંગતી.દરેક વ્યક્તિને તેનો અભિવ્યક્તિનો અધિકાર છે.

અભિનેત્રીએ કહ્યું કે હિંસા ન થવી જોઇએ અને તેને યોગ્ય ઠેરવવા માટે કોઇ જ તર્ક નથી. વિદ્યાએ આ વાત કાલે સાંજે સંજય ચોપડા અન નમિતા રોય ઘોષનાં પુસ્તક ધ રોન્ગ ટર્નનાં લોકાર્પણ પ્રસંગે કરી હતી.

You might also like