સેલ્ફી વખતે યુવકે વિદ્યાના ખભા પર મૂક્યો હાથ, વિદ્યા થઇ લાલચોળ

મુંબઇઃ હાલમાં જ વિદ્યાબાલન સાથે કોલકત્તા એરપોર્ટ પર છેડતી થઇ હોવાનો મામલો સામે આવ્યા છે. વિદ્યા પોતાની ફિલ્મ બેગમ જાનના પ્રમોશન માટે કોલકત્તા ગઇ હતી. કોલકત્તા એરપોર્ટ પર એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવા આવ્યો. અહીં સુધી તો બધુ જ બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ આગળ જે થયું તેનાથી વિદ્યા ગુસ્સે થઇ ગઇ.

મળતી માહિતી મુજબ સેલ્ફી લેતી વખતે તે વ્યક્તિએ વિદ્યાના ખભા પર હાથ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ વિદ્યાએ તેમ કરવાની ના પાડી. પરંતુ તે વ્યક્તિ ન માન્યો અને ફોટો પાડતી વખતે તેણે ફરી વિદ્યાના ખભા પર હાથ મૂકી દીધો. જેની પર વિદ્યાને ખૂબ જ ગુસ્સો આવ્યો.

તેની પર વિદ્યાને ગુસ્સામાં વ્યક્તિને કહ્યું તમીજમાં રહો, તમે આ શું કરી રહ્યાં છો. વિદ્યાએ આ અંગે કહ્યું કે કોઇ અજાણી વ્યક્તિ પછી તે છોકરો હોય કે છોકરી, તમારા ખભા પર હાથ રાખે તો થોડુ અસહજ લાગે છે. અમે પબ્લિક ફિગર છીએ, પબ્લિક પ્રોપર્ટી નહીં.

http://sambhaavnews.com/

You might also like