‘હું મિડલ કલાસ પરિવારમાંથી આવું ચું અને મને તેનો કોઇ પસ્તાવો નથી’

વિદ્યા બાલન હાલમાં ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં કમાલ બતાવી રહી છે. આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા થઇ છે. ઇન્ડસ્ટ્રીઝમાં લાંબો સમય વીતાવી ચૂકેલી વિદ્યા કહે છે કે હું ખૂબ જ આભારી છું કે મને પ્રત્યેક ફિલ્મમાં અલગ અલગ ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો. મને લાગે છે કે કલાકાર હોવાની આ જ સાચી પરિભાષા છે. તે કહે છે કે હું કલાકારના રૂપમાં ખુદને દોહરાવવા ઇચ્છતી નથી. જ્યાં સુધી આપણી પાસે સારા લેખક છે મને લાગે છે કે હું સાચી છું, કેમ કે અત્યાર સુધી મને કોઇએ તુમ્હારી સુલુ જેવા પાત્રમાં જોવાની કલ્પના પણ નહીં કરી હોય.

તમામ ફિલ્મ નિર્માતાઓએ વિદ્યાને ગંભીર પાત્રો આપ્યાં, પરંતુ તુમ્હારી સુલુમાં તેનું એકદમ અલગ રૂપ જોવા મળ્યું. તે કહે છે કે નિર્દેશક સુરેશ ત્રિવેણીએ જે રીતે ફિલ્મ લખી મને લાગે છે કે દરેક વ્યક્તિ ખુદને તેની સાથે જોડી શકે છે. હું ખુશ છું કે મેં ફિલ્મમાં એક મિડલ ક્લાસ મહિલાની ભૂમિકા ભજવી છે. દિલથી આજે પણ હું મિડલ ક્લાસ છું. તે કહે છે કે મને ગર્વ છે કે હું મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું અને મને તેનો કોઇ પસ્તાવો પણ નથી. •

You might also like