વિદ્યા બાલનને થયો ડેગ્યુ, શાહિદના ઘરેથી મચ્છરોના લારવા મળ્યા

બોલિવુડઃ હાલ મચ્છરોના ઉપદ્રવને કારણે ઠેર ઠેર બિમારી અને રોગચાળો ફાટી નિકળ્યો છે. ત્યારે બોલિવુડ પણ આ ભરડામાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ વિદ્યાબાલનને ડેન્ગ્યુ થયો છે. જ્યારે શાહિદ કપૂરના ઘરે મચ્છરોના લારવા મળી આવ્યાં છે.

બીએમસીની ટીમ જુહૂના તારા રોડ વિસ્તારમાં રૂટીન ઇન્સ્પેક્શન માટે ગઈ હતી. જ્યાં ઘર અને બગીચામાં ઇન્સ્પેક્શન કરી રહ્યા હતા. ત્યારે શાહિદના પ્રાઈવેટ સ્વિમિંગ પુલમાં ઇન્સ્પેક્શનમાં એડીઝ મચ્છરોનાં લારવા મળી આવ્યા છે. બીએમસી ઓફિસરે જણાવ્યું કે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના સેક્શન 381-બીની હેઠળ શાહિદને નોટિસ આપવામાં આવી છે. કારણ કે તેઓએ મચ્છરને પેદા થતા અટકાવવાના પગલા નહોતા લીધા. જો કે, શાહિદે આ વિશે ચિંતા વ્યક્ત કરી અને એ વાતની જાણ કરવા માટે બીએમસીનો આભાર પણ માન્યો હતો.

મુંબઈમાં ડેન્ગ્યુના અત્યાર સુધી 122 કેસ સામે આવી ચૂક્યા છે. વિદ્યા થોડા સમય પહેલા જ તેની આવનારી ફિલ્મ કહાની-2નું શૂટિંગ પૂરૂ કરીને અમેરિકાથી પરત ફરી છે. અમેરિકાથી પરત આવ્ય બાદ તેને ડેન્ગ્યુ થઈ ગયો છે. ડોક્ટરે વિદ્યાને 10 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. વિદ્યાની જુહૂ સ્થિત તેના ઘરે સારવાર ચાલી રહી છે. હાલ વિદ્યા તેની ફિલ્મ કહાની-2 અને બેગમ જાનના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ અગાઉ અનિલ કપૂર, જૂહી ચાવલા, અમિત કિશોર કુમારના ઘરે પણ ડેગ્યુની ઈયળો મળી હતી. બીએમસીએ તેમને પણ નોટિસ આપી હતી. ડિરેક્ટર યશ ચોપરાનું 2012માં ડેન્ગ્યુના કારણે જ નિધન થયું હતું.

You might also like