વિદ્યાની ‘બેગમજાન’ પર સેન્સરની કાતર ચાલી, કેટલાય સીન કટ કરાયા

નવી દિલ્હી: દરેક ફિલ્મ પર પોતાની તીખી નજર રાખનાર સેન્સર બોર્ડના સકંજામાં હવે વિદ્યા બાલનની ‘બેગમજાન’ ફિલ્મ પણ આવી છે. સેન્સર બોર્ડે આ ફિલ્મના ઘણા સીન કાપીને તેને અડધા કરી દીધા છે. એ સીન પણ કાપી નખાયા છે, જેમાં સાંપ્રદાયિક હિંસા દર્શાવવામાં આવી હતી.

‘બેગમજાન’ ફિલ્મમાં શું હશે તે એના ટ્રેલરમાં જ જોવા મળી ગયું હતું. વિદ્યા બાલનની ગાળોથી લઇને લવ મેકિંગ સીનની ભરમાર હતી, પરંતુ સેન્સર બોર્ડે આ ફિલ્મ પર એવી કાતર ચલાવી કે નિર્માતા-નિર્દેશકો પણ પરેશાન થઇ ગયા છે. હવે આ ફિલ્મમાં વિદ્યા કદાચ જ ગાળો બોલતી જોવા મળે. ફિલ્મમાં બોલ્ડ સીન પણ કાપી નખાયા છે.

શ્રી‌િજત મુખરજીના નિર્દેશનમાં બનેલી ‘બેગમજાન’ બંગાળી ફિલ્મ ‘રાજકાહિની’ની હિંદી રિમેક છે, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની કહાણી ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન વિભાજન બાદ બંગાળની ફિલ્મ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ કોઠામાં રહેતી ૧૧ મહિલાઓ પર કે‌િન્દ્રત છે. વિભાજન બાદ જ્યારે નવી સીમારેખા બને છે તો કોઠાનો અડધો ભાગ ભારત અને અડધો ભાગ પાકિસ્તાનમાં પડે છે. વિદ્યા ઉપરાંત ફિલ્મમાં ચંકી પાંડે, ન‌િસરુદ્દીન શાહ, ગૌહર ખાન, ઇલા અરુણ, પલ્લવી શારદા, મિષ્ઠી ચક્રવર્તી અને વિવેક મુશરન જેવા કલાકારો છે.
http://sambhaavnews.com/

You might also like