વિદ્યા બાલનને બોલિવૂડની લેડી …… કહેવાય છે, શા માટે કર્યો ઇન્કાર?

શ્રેષ્ઠ અભિનય કરવા માટે જાણીતી બોલિવૂડની અભિનેત્રી વિદ્યા બાલનમાં પોતાના દમ પર ફિલ્મ હિટ કરાવવાનો દમ પણ છે. તેની ફિલ્મ ‘બેગમજાન’ને સમીક્ષકોની પ્રશંસા મળી, પરંતુ તે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી ન કરી શકી. તે કહે છે કે ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ ન રહી, પરંતુ તેનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત રહી. આ ફિલ્મમાં એક ખાસ મેસેજ છે અને મને હંમેશાં સાર્થક ફિલ્મો પ્રોત્સાહિત કરે છે. વિદ્યાના ભાગમાં મહિલા પ્રધાન ફિલ્મો ઘણી આવી છે. ‌વિદ્યા બાલન કહે છે કે મને અલગ અલગ પાત્ર ભજવવાં ગમે છે. મેં ક્યારેય પણ આવાં પાત્ર માટે કોઇ તૈયારી કરી નથી. ડિરેક્ટરના મગજમાં એક વિઝન હોય છે. હું તેને ફોલો કરું છું અને ખુદને નસીબદાર માનું છું કે મને એવી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો.

વિદ્યાને બોલિવૂડની લેડી અમિતાભ કહેવામાં આવે છે, જોકે વિદ્યા આ બાબતનો ઇનકાર કરે છે. તે કહે છે કે અમિતાભ બચ્ચન જેવા કલાકાર બનવું સરળ નથી, કેમ કે તેઓ એકલા પોતાના દમ પર ફિલ્મ ચલાવી શકે છે, જોકે જ્યારે મારી તુલના કોઇ અમિતાભ જેવા કલાકાર સાથે કરે છે ત્યારે હું ગર્વ અનુભવું છું, જોકે મને હસવું પણ આવે છે, કેમ કે આજદિન સુધી મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું ફિલ્મને માત્ર મારા દમ પર ચલાવી શકું છું. •

You might also like