હિટ કે ફ્લોપની ચિંતા નથી

વિદ્યા બાલન હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલા કે‌િન્દ્રત ફિલ્મોનો સમય પાછો લઈને અાવી હતી. ‘ધ ડર્ટી પિક્ચર’, ‘કહાની’ જેવી ફિલ્મો બાદ તે પોતાની કરિયરની ટોપ પર હતી. ત્યારબાદ એક સમય અેવો અાવ્યો કે તેની ફિલ્મ કોઈ ખાસ કમાલ ન કરી શકી. ખાસ કરીને ‘ઘનચક્કર’, ‘બોબી જાસૂસ’ અને ‘હમારી અધૂરી કહાની’ જેવી તેની ફિલ્મો બોક્સ અોફિસ પર કલેક્શન કરવામાં નિષ્ફળ રહી. અમિતાભ બચ્ચન અને નવાઝુદ્દીન સિદ્દિકી સાથેની તેની ફિલ્મ ‘તીન’ પણ સરેરાશ રહી. વિદ્યા કહે છે કે દરેક ફિલ્મની સાથે તમને અાશાઅો હોય છે, પરંતુ દરેક ફિલ્મની એક કિસ્મત હોય છે. અા જ કારણ છે કે હું હિટ અને ફ્લોપને કરિયરના એક ભાગના રૂપમાં જોઉં છું. ફિલ્મો હિટ થાય કે ફ્લોપ તેનાથી હું બહુ ચિંતિત થતી નથી, જોકે મારી અાગામી ફિલ્મ ‘કહાની-૨’ સારું પ્રદર્શન કરશે તેવી અાશા છે.

‘પરિણીતા’, ‘કહાની’, ‘તીન’ અને ‘કહાની-૨’ બાદ અન્ય એક ફિલ્મ ‘બેગમજાન’માં વિદ્યા બંગાળી પાત્ર ભજવી રહી છે. તે કહે છે કે કદાચ હું પાછળના જન્મમાં બંગાળી હોઈશ. મેં મારી કરિયરની શરૂઅાત પણ એક બંગાળી ફિલ્મથી જ કરી હતી. અાટલી ફિલ્મોમાં બંગાળી પાત્રો ભજવ્યા બાદ મને પશ્ચિમ બંગાળ સાથે કોઈક લગાવ હોવાનો અહેસાસ થાય છે. ‘બેગમજાન’ અેક મહિલા પર કે‌િન્દ્રત ફિલ્મ છે. અા ફિલ્મમાં ગૌહર ખાન, ઇલા અરુણ અને મિસ્ટી પણ જોવા મળશે. તે ‘બેગમજાન’ નામની એક મહિલાની કહાણી છે. •

You might also like