બ્રેક જરૂરી હતોઃ વિદ્યા

વિદ્યા બાલન બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેમણે બોલિવૂડના રૂ‌િઢવાદને તોડતાં સાબિત કરી દીધું છે કે ફિલ્મોને હિટ કરાવવા માટે હીરોની નહીં, પરંતુ એક દમદાર કલાકારની જરૂર હોય છે. અા જ કારણ છે કે એક રાષ્ટ્રીય પુરસ્કાર અને પાંચ વખત ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત થયેલી વિદ્યાની ઓળખ એક સમર્થ અભિનેત્રી તરીકેની છે.

તે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ફરી એક વાર નવી ફિલ્મ ‘તીન’માં જોવા મળશે. અા ફિલ્મમાં શું ખાસ જોવા મળશે તે અંગે વાત કરતાં તે કહે છે કે ફિલ્મની કહાણી એ જ તેની ખાસિયત છે. અા ફિલ્મમાં તમામ કલાકારો ગૂંથાયેલા જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અેક એવા દાદાની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમની અાઠ વર્ષની પૌત્રી છે. ફિલ્મમાં તે પોતાની ગુમ થયેલી પૌત્રીને શોધે છે, તેમાં તેમની સાથે વિદ્યા અને નવાઝુદ્દીન છે.

અા વર્ષે વિદ્યાની ‘કહાની-૨’ પણ રિલીઝ થશે, તેમાં તેની સાથે અર્જુન રામપાલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુજોય ઘોષ નિર્દેશિત ‘કહાની-૨’ ૨૦૧૪માં અાવેલી ‘કહાની’ની સિક્વલ છે. વિદ્યા લાંબા સમય બાદ ફિલ્મોમાં દેખાવવા જઈ રહી છે. અા અંગે તે કહે છે કે હું કામ કરતાં કરતાં થાકી ગઈ હતી. લગ્ન બાદ પણ મેં બ્રેક લીધો ન હતો, તેથી મેં થોડો બ્રેક લીધો. મારી છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નબળી પડી હતી તેનું કારણ જાણવું પણ જરૂરી હતું કે અાખરે ભૂલ શું થઈ છે? •

You might also like