હું રોમેન્ટિક પર્સન છુંઃ વિદ્યા બાલન

ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મમાં બોલ્ડ પાત્ર ભજવનારી વિદ્યા બાલન રિયલ લાઈફમાં રોમે‌િન્ટક વ્યક્તિત્વ ધરાવે છે. તે કહે છે કે હું દરેક વસ્તુમાં રોમાન્સ જોઉં છું. પડછાયા અને રોશનીમાં પણ મને રોમાન્સ દેખાય છે. કોઈ પણ વસ્તુને જોવાનો મારો પોતાનો વ્યૂહ છે. તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે પરિભાષિત કરો છો તે તમારા વિચારો પર નિર્ભર છે. મારા માટે અા બધું જ રોમાન્સ છે. વિદ્યા કહે છે કે ભગવાન, ધર્મ, પ્રેમ, અભિનય, રોમાન્સ, સંબંધો, લગ્નને લઈને મારી સમજણ હંમેશાં વિકસિત થતી રહે છે. મારા પસંદગીના કલર પણ બદલાતા રહે છે. ક્યારેક મારો ફેવરિટ કલર અોરેન્જ હોય છે તો ક્યારેક કાળો, ક્યારેક ગુલાબી.

થોડા સમયમાં વિદ્યા ‘બેગમ જાન’ ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે ‘બેગમ જાન’ પણ અા જ નામની વ્યક્તિની મહિલા કે‌િન્દ્રત ફિલ્મ છે. ફિલ્મમાં મારા ઉપરાંત ગૌહર ખાન, ઇલા અરુણ અને મિષ્ટી જોવા મળશે. બોલિવૂડમાં વિદ્યા બાલનને એક દાયકાનો સમય પસાર થઈ ચૂક્યો છે. તે કહે છે કે મારા માટે અાનાથી મોટી વાત શું હોઈ શકે કે મેં અહીં અેક દાયકાની સફર પૂરી કરી દીધી છે. ઇન્ડસ્ટ્રીમાં મારી સફર ખરેખર સારી રહી. જેટલી અાશા હતી તેનાથી ઘણું વધુ મળ્યું. સારા લોકો સાથે કામ કરવાના અવસર પણ મળ્યા. હું બોલિવૂડમાં માત્ર એક જ ફિલ્મ કરવા ઇચ્છતી હતી અને ફિલ્મ ‘પરિણીતા’ કર્યા બાદ ખૂબ જ ખુશ પણ હતી, પરંતુ હવે અાટલી ફિલ્મો કર્યા બાદ ભૂખ વધી ગઈ છે. •
http://sambhaavnews.com/

You might also like