વિદ્યા બાલન હવે સમાજ સેવા પણ કરશે

વિદ્યા બાલન ઘણા સમયથી સમાજ સેવાના કાર્યમાં જોડાઇ છે. હવે તેણે વધુ એક સારો પ્રયાસ શરૂ કર્યો છે. બાળકોના જાતીય શોષણને લઇ જાગૃતિ ફેલાવવા માટે વિદ્યા અભિનેતા રાહુલ બોઝની સંસ્થા સાથે જોડાઇ છે. તેણે આ સંસ્થાને આર્થિક મદદ પણ કરી છે. તે કહે છે કે મોટા ભાગના કેસમાં બાળકોનું શોષણ તેમના નજીકના સંબંધીઓ અથવા તેમના જાણીતા લોકો દ્વારા થાય છે. પહેલાં મને આ બધી વાતો પર વિશ્વાસ ન હતો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને હું સમાચાર સાંભળતી ગઇ તેમ તેમ મને વિશ્વાસ થઇ ગયો કે બાળકોનું ભવિષ્ય બચાવવું આપણા જ હાથમાં છે. આપણે બાળકોને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવો જોઇએ. હવે મારા માટે સમાજ સેવા એકમાત્ર લક્ષ્ય છે.

વિદ્યાની આગામી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’નું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે. હાલમાં શૂટિંગ બાદ એડિટિંગ અને બાકીનાં જે કામ હોય છે તે ચાલી રહ્યાં છે. વિદ્યાના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં તેના સ્વભાવની ચંચળતા જોવા મળશે. ફિલ્મમાં તે એક રેડિયો જોકીનું પાત્ર ભજવી રહી છે. તેણે કહ્યું કે ફિલ્મમાં હું એક મજેદાર રોલમાં છું. આ એક એન્ટરટેઇનિંગ ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્રીદેવીનું સુપરહિટ ‘ગીત હવા હવાઇ…’ ફિલ્મ માટે ટ્રિબ્યૂટની જેમ શો કરવામાં આવશે. •

You might also like