અમદાવાદ: સોમવાર વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગૃહના કામકાજના પહેલા દિવસે સૌ પ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદની ચૂંટણી યોજાઇ હતી.
પ્રોટેન સ્પીકર પરબતભાઇ પટેલ દ્વારા ઔપચારિક રીતે સ્પીકરપદે રમણલાલ વોરાની બિનહરીફ વરણી સત્તાવાર રીતે જાહેર કરાઇ હતી. જયારે ડેપ્યુટી સ્પીકરપદ માટે હાથ ધરાયેલી ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણની બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોરને બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરાયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મલીન થયેલા પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ ગૃહમાં પસાર કરાયા બાદ ગૃહનું કામકાજ પહેલા દિવસે મુલતવી રખાયું હતું. પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ધારાસભ્યો, મંત્રીઓની શોકાંજલિ બાદ બે મિનિટના મૌન બાદ ગૃહનું કામકાજ મુલતવી રખાયું હતું.
ગૃહની બેઠકના પ્રારંભે કાર્યકારી અધ્યક્ષ તરીકે પરબત પટેલે સ્થાન ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ સર્વાનુમતે નિયુક્ત વિધાનસભાના નવા અધ્યક્ષ રમણલાલ વોરાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપ પ્રમુખ નીતિન પટેલ, કાર્યકારી અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા તેમને અધ્યક્ષસ્થાન સુધી દોરી ગયા હતા ત્યાં સુધી ગૃહના તમામ ધારાસભ્યો તેમના બેઠક સ્થાને ઊભા રહ્યા હતા. આવતી કાલે ગુજરાત રાજ્ય પક્ષાંતર બદલ સ્થાનિક સત્તા મંડળના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઇ રજૂ કરતું વિધેયક ર૦૧૬, ગુજરાત વૈશ્વિક તબીબી શિક્ષણ, કોલેજ અથવા સંખ્યા પ્રવેશ નિર્ધારણ બાબતો સુધારા વિધેયક-૧૬, ગુજરાત કોર્ટ ફી સુધારી વિધેયક સહિત કુલ ૩ બિલ રજૂ થશે. ઉપરાંત કેન્દ્ર દ્વારા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી તેના સ્થાને એક માત્ર જીએસટી (ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ) લાગુ કરવાનો નિર્ણય કરીને સંસદે પસાર કરેલું વિધેયક મુખ્યપ્રધન વિજય રૂપાણી દ્વારા ગૃહના નિયમ ૧૦ર હેઠળ પ્રસ્તાવરૂપે ગૃહમાં મુકાશે.
ગુજરાતમાં દલિતો ઉપર થતા અત્યાચાર અંગે રાજ્ય સરકારની નિષ્ફળતા તેમજ શિક્ષણ, મોંઘવારી, અારોગ્ય સુવિધાઅો સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા તા. 23 અોગસ્ટ ને અાવતી કાલે ગાંધીનગર ખાતે અાક્રોશ રેલીનું અાયોજન કરાયું છે.અા રેલીમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઅો અને અાગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…