શું પોલીસને નથી કાયદાનો ડર!, વાહનચાલકને ઉઠબેસ કરાવી પોતે જ કર્યો નિયમોનો ભંગ

વડોદરાઃ શહેરમાં પોલીસકર્મીઓની નાઈટમાં બેધારી નીતિ સામે આવી છે. શહેરનાં નવાપુર વિસ્તારમાં પોલીસ કર્મીઓએ મેમો ભરનાર વાહન ચાલક પાસે ઉઠક-બેઠક કરાવી હતી. આ યુવકે હેલ્મેટ પહેર્યું ન હતું. જેનાં કારણે આ યુવકને પહેલા મેમો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ યુવક નવાપુર પાસે પહોંચ્યો હતો. ત્યારે પોલીસે તેને ઉઠક-બેઠક કરાવી હતી.

પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરવાનાં કારણે યુવકને ઉઠક-બેઠક કરાવી હતી. આ ઘટના બાદ પોલીસકર્મીઓ જ્યારે નિકળ્યાં ત્યારે તેઓ પોતે હેલ્મેટ પહેર્યાં વગર નિકળ્યાં હતાં. ત્યારે આ ઘટના બાદ પોલીસકર્મીઓ પર અનેક સવાલ ઉઠ્યાં છે. શું પોલીસકર્મીઓને કોઈ નિયમ લાગુ પડતાં નથી. પોલીસકર્મીઓ ટ્રાફિકનાં નિયમોને ભંગ કરે તો તેમનાં પર કોઈ કાર્યવાહી થતી નથી.

મહત્વનું છે કે અહીં આશ્ચર્યની વચ્ચે પોલીસ તેને ઉઠક-બેઠક કરાવે છે. હવે જાહેર માર્ગ પર મેમો હોવાં છતાં અપમાનિત કરી કોઈને ઉઠક-બેઠક કરાવવાની સત્તા પોલીસને છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.

You might also like