CM હરિશ રાવતનો Viral બાહુબલી અવતાર

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. અહીં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર છે. ત્યારે ચૂંટણી સંદર્ભ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી હરીશ રાવતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી હરીશ રાવત બાહુબલી અવતારમાં છે. લગભગ બે મિનિટના આ વીડિયોમાં હરીશ રાવતને ઉત્તરાખંડને પોતાના ખભા પર ઉઠાવેલા દર્શાવવામાં આવ્યાં છે.

વીડિયોમાં અમિત શાહ, વિજય બહુગુણા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક તરફ કોંગ્રેસની પ્રસંશા કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ વિરોધી પક્ષને ડરેલા અને અચરજના હાવભાવ સાથે દર્શાવવામાં આવ્યાં છે.  જો કે આ વીડિયો અંગે હરિશ રાવતે જણાવ્યું છે કે તેમાં કોંગ્રેસનો કોઇ જ હાથ નથી. શક્ય છે કે આ વીડિયો કોઇ પ્રસંશકે બનાવ્યો હશો. આ વીડિયોને છેલ્લાં બે દિવસમાં 5000થી વધારે લોકોએ શેર કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like