વિડીયો: ફક્ત કાનને ટચ કરવાથી થશે ફોન રિસીવ

હવે ફોન ઉઠાવીને કોલ રિસીવ કરવો ઘણા જૂના જમાનાની વાત છે. હવે તમારે ફક્ત એક વખત તમારા કાનને ટચ કરવાનો રહેશે અને આરામથી વાત કરી શકશો.

વાત એવી છે કે કોરિયન કંપનીએ એક એવો સ્માર્ટ સ્ટ્રેપ બનાવ્યો છે જેના દ્વારા તમારો ફોન ઉપાડવા માટે ખિસ્સામાંથી નિકાળવો પડશે નહીં. આ સ્માર્ટ સ્ટ્રેપનું નામ એસજીએનએલ છે.

સીઓલની ઇનોમેડલ લેબના અનુસાર જેવું તમે આ ટ્રેપને પહેરશો. એવો આજુ બાજુનો અવાજ બ્લોક થઇ જશે અને ટચ કરીને તમે ફોન પર વાત પણ કરી શકશો. જેનાથી તમે આરામથી વાત કરી શકશો.

આ ડિવાઇસ બ્લૂટૂથ દ્વારા વોઇસ સિગ્નલ રિસીવ કરશે. જેવો વોઇસ સિગ્નલ મળશે, તે તેને બોડી કન્ડક્શન યૂનિટ સુધી તેને ટ્રાન્સમિટ કરી દેશે. જેના કારણે તમારા શરીરને એક ફિંગરટિપની મદદથી વાઇબ્રેશન મળશે. ત્યારબાદ આ
વાઇબ્રેશન તમારા સુધી અવાજ પહોંચાડશે.

You might also like