નેહા કક્કરનું ‘boyfriend’ સાથે ગીત થયું રીલીઝ, 15 કલાકમાં 1 કરોડ લોકોએ જોયું

બૉલીવુડની પ્રસિદ્ધ સિંગર નેહા કક્કરના નલા ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દિધી છે. આ રોમેન્ટિક ટ્રેક, ઓહ હમસફર, પ્રેક્ષકોને ખૂબ ગમી રહ્યું છે. ગીતમાં નેહાના અવાજ ઉપરાંત, નેહાની એક્ટીંગ પણ લોકોને જોવા મળી રહી છે.

એક્ટર હિમાંશુ કોહલી સાથે નેહાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોઈને પ્રેક્ષકો મજા પડી રહી છે. આ સોંગનું મ્યૂઝિકથી લઈને લીરીક્સ સુધી નેહા અને હિમાંશુની ક્યૂટ કેમિસ્ટ્રી સાથે બરોબર બેસે છે. આ ગીત, થોડા કલાકો પહેલા જ રિલીઝ થયું હતું અને અત્યાર સુધીમાં 10 મિલિયન કરતાં વધુ લોકોએ આ સોંગ જોઈ લિધું છે. નેહા કક્કડે ઇન્ટરનેટ પર આ ગીતને મળી રહેલો અદભૂત અભિપ્રાય પર એક ઇન્સ્ટા પોસ્ટને શેર કરી છે.

 

આ ગીત હિટ થવાનું શ્રેય નેહા કક્કર અને ‘યારિયા’ ફેમ અભિનેતા હિમાંશુ કોહલીના ખુબ ચર્ચત અફેરને જાય છે. થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર આવેલા વીડિયો અને ફોટોઝમાં આ બંને વચ્ચેની કેમિસ્ટ્રી હેડલાઇન બવી હતી. આ બંનેના અફેરના સમાચાર એ હદ સુધી ફેલાયા હતા કે હિમાંશુએ મીડિયા સાથે ચોકવટ પણ કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે. હિમાંશુએ કહ્યું હતું કે નેહાએ તેની ફિલ્મ ‘યારિયા’ નું ગીત ‘બ્લુ હૈ પાની પાની’ ગાયું હતું ત્યારથી આ બંને એક બીજાને ઓળખે છે.

You might also like