ક્રિકેટમાં ચીટિંગ મામલે ઓસ્ટ્રેલિયાએ વીડિયો બનાવી જાતે જ પોતાની મજાક ઉડાવડાવી

કેપટાઉન ટેસ્ટમાં થયેલ બૉલ ટેમ્પરિંગ મામલે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનર કેમરૂન બેનક્રાફટને દોષી જાહેર કર્યાં છે. ICCએ કેપ્ટન સ્મિથ પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ અને 100% ફી જમા કરાવવાનો દંડ પણ ફટકાર્યો છે.

ઓપનર કેમરૂન બેનક્રાફટને પણ 75% ફી ભરવા માટેનો દંડ ફટકારાયો છે. કેમરૂન બેનક્રાફટને 3 ડિમેરિટ અંક પણ આપવામાં આવ્યા છે. બંને જણા પર ICCના નિયમોનો ભંગ કરવાનો આરોપ છે.

આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના બેન એન્ડ લિયામે આ મુદ્દે એક વીડિયો બનાવ્યો છે, જેમાં ક્રિકેટમાં કરાતી ચીટિંગ મામલે વીડિયો બનાવવામાં આવ્યો છે અને તેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટની મજાક ઉડાવવામાં આવી છે.

આ વીડિયો પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પોસ્ટ કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખેલાડીઓની મજાક ઉડાડતા રેપ સોંગ ગાવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. પીટરસને આ વીડિયો શેર કરતાં કહ્યું છે કે, ‘ઓસ્ટ્રેલિયાએ જાતે જ પોતાની મજાક ઉડાવી.’

You might also like