હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાનો બળાત્કારી બાબા રામ રહીમ અંગે ખુલાસો, જુઓ આ VIDEO

હનીપ્રીતનાં પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ખુલાસો કરતાં જણાવ્યું કે રામ રહીમ અને હનીપ્રીતની વચ્ચે બાપ-દીકરીનો સંબંધ ન હતો. વિશ્વાસે આરોપ મુકતાં જણાવ્યું કે એમની બધી જ સંપત્તિ ડેરાએ જબરદસ્તીથી છીનવી લીધી છે. રામ રહીમ તેમને સતત ધમકી આપી રહ્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમ્યાન વિશ્વાસ ગુપ્તા ઘણાં ભાવુક બની ગયા હતાં અને રડવા પણ લાગ્યાં હતાં. વિશ્વાસ ગુપ્તાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં એમ પણ જણાવ્યું કે તે પોતે પોતાનાં જીવને જોખમ પર મૂકીને આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે.

વિશ્વાસ ગુપ્તાએ રામ રહીમ અને હનીપ્રીત વચ્ચેનાં અંગત સંબંધોને ખૂબ જ નજીકથી નિહાળ્યાં છે. વિશ્વાસનું કહેવું છે કે રામ રહીમે જ હનીપ્રીત સાથે એમનાં લગ્ન કરાવ્યાં હતાં અને રામ રહીમનાં લીધે જ એમને હનીપ્રીત સાથે છૂટાછેડા પણ લેવા પડ્યાં હતાં. રામ રહીમે પોતાનાં પોલિટિકલ અને પૈસાનાં જોરથી સતત તેમને દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

વિશ્વાસ ગુપ્તાએ વધુમાં એ પણ જણાવ્યું કે ભલે એમનાં લગ્ન રામ રહીમે કરાવ્યાં હતાં પરંતુ તે તેમનાં માટે એક મોહરારૂપ જ હતાં. માત્ર તેમનો આ લગ્ન માટે જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વાસે કહ્યું કે માત્ર તેમને ખોટી બાબતે ફસાવીને જેલ મોકલી દેવાયાં હતાં અને તેમનાં પર જેલમાં હુમલો પણ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમમાં રામ રહીમનાં ઘણાં બધાં લોકો શામેલ છે. રામ રહીમે પોતાનું ઘર બિગ બૉસની જેમ ખૂબ જ આલીશાન બનાવ્યું હતું. જેમાં ચારે બાજુ સીસીટીવી કેમેરા પણ હતાં. સાથે બાથરૂમમાં પણ સીસીટીવી કેમેરા હતાં.

રામ રહીમે વિશ્વાસનાં વિરૂદ્ધ દહેજ, માનહાનિ અને બે ચેક બાઉન્સ સહિત પાંચ ખોટા કેસ પણ દાખલ કરાવ્યાં હતાં. એ સિવાય વિશ્વાસનાં પિતા પર પણ બે કેસ દાખલ કરાવ્યાં હતાં. પરંતુ અંતે કોઇ જ વિકલ્પ ન રહેતાં વિશ્વાસે પોતાનાં પરિવાર સહિત ડેરા સાથે સંપર્ક કર્યો. ડેરા સાથે ઘણી સમજૂતી કર્યા બાદ રામ રહીમ અને હનીપ્રીત વચ્ચેનાં સંબંધોનો આરોપ પરત લેવા માટેની રામ રહીમે વાત કરી. જેથી વિશ્વાસ અને વિશ્વાસનાં પરિવારે ડેરા અને રામ રહીમની માફી માંગી.

વિશ્વાસે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે કદાચ આ પરીષદ બાદ બીજી વાર હવે ન પણ મળી શકાય. ભલે રામ રહીમ જેલમાં બંધ છે પરંતુ જેલમાં રહીને પણ ઘણું બધું કરી શકે એમ છે.

You might also like