દીપિકાએ આ શું કર્યું? ફરતી થઇ વિડીયો

બોલિવુડમાં ઘણી સારી સુપરહિટ ફિલ્મ કર્યા પછી ફેમસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બહુ જલ્દી હોલિવુડમાં દસ્તક આપશે. આગામી વર્ષે દીપિકાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ ‘XXX : ધ જેન્ડર કેજ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ નજર આવશે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. સમય સમય પર બંન્ને ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલ ફોટા શેર કરે છે.

આ વખતે આ બંને હોલિવુડ બોલિવુડ સ્ટાર્સની જોડીએ પોતાના ફેન્સ માટે કંઇક નવું કર્યું છે. બંને ફેસબુક પર એક સાથે લાઈવ આવ્યા. તેમાં વિન ડીઝલ પોતાના યુએસ ફેન્સને કહી રહ્યા છે કે, તેમની આવનારી ફિલ્મ રિલીઝ થયા પછી આખી દુનિયા દીપિકા પાદુકોણને ઓળખવા લાગી છે. તેમણે વિડીયોમાં દીપિકાને ‘વન્ડરફૂલ પર્સન’ કહ્યું. તેમણે દીપિકાની સાથે આ ફિલ્મમાં કામ કરવા ખુશી પણ વ્યક્ત કરી છે. હવે જ્યારે વિન ડીઝલે દીપિકા માટે સારું સારું કહ્યું તો દીપિકાએ પણ કંઇક ખાસ કર્યું. તેણે આ તક ગુમાવી નહિ અને વિનને હિન્દી શીખવાડ્યું.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે. તે પોતાની રોમેન્ટિક છબીને તોડી તેની આગામી ફિલ્મ ‘xXx: ધ જેન્ડર કેજ’માં એક્શન કરતી નજર આવશે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

You might also like