VIDEO: ભાટ ગામે CMએ કરી મોટી જાહેરાત, 25લાખ ખેડૂતોને 0% વ્યાજે લોન

આજે ભાટ ગામે ભાજપની ગૌરવયાત્રાનો સમાપન કાર્યક્રમ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ આ સભામાં હાજર રહ્યા છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના સંબોધન બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાટ ગામની સભાસ્થળે એક મોટી જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ ખેડૂતલક્ષી જાહેરાત કરતાં કહ્યું હતું કે, ‘રાજ્યના 25 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લૉન આપવામાં આવશે.’ હાલમાં ખેડૂતોને દર વર્ષે 3 લાખની લૉન આપવામાં આવે છે, જે હવે 0% વ્યાજે આપવામાં આવશે. આ જાહેરાત બાદ હવે ખેડૂતોની તમામ લૉન માફ થશે.

મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ગુજરાતના સપૂત વડાપ્રધાન તરીકે બિરાજેલા છે ત્યારે વિકાસને કોઈ અટકાવી શકશે નહીં.


Chat conversation end
Type a message…

You might also like