ગઢડા સ્વા‌મિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીનો હરિભક્તને લાતો મારતો વીડિયો વાઈરલ

અમદાવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારતો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં મંદિરની ચૂંટણીમાં મતદારને લઈ થતી ચર્ચા દરમિયાન સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારી હતી. હરિભક્તને લાત મારતો વીડિયો વાઈરલ થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગઢડાના ગોપીનાથ મંદિરની મિલકતનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ હરિભક્તો અને ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંતો વચ્ચે ચર્ચાઓ થઈ રહી હતી. દરમિયાનમાં ગઢડા મંદિરના મહંત એસ.પી. સ્વામીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એસ.પી. સ્વામી એક હરિભક્તને લાત મારી રહ્યા હોવાનું જણાય છે.

મંદિરના સંતો અને હરિભક્તો વચ્ચે મતદાનને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં હરિભક્તો અને સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  ઉગ્ર બોલાચાલી થતાંં એસ.પી. સ્વામીએ ગુસ્સામાં આવીને એક હરિભક્તને લાત મારી દીધી હતી, જેથી હરિભક્તો અને સંતો સામસામે આવી ગયા હતા અને બોલાચાલી થઈ હતી. મહંત દ્વારા એક હરિભક્તને લાત મારતો વીડિયો વાઈરલ થતાંની સાથે જ સંપ્રદાયમાં ચર્ચા જાગી છે.

You might also like