VIDEO: હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ ખાનગીમાં રાહુલ ગાંધી સાથે કરી મુલાકાતઃ સૂત્ર

રાહુલ ગાંધીને હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી એમ બંને યુવા નેતાઓ મળ્યા હતાં. આ બંને યુવા નેતાઓએ રાહુલ ગાંધી સાથે ખાનગી મુલાકાત કરી હતી. આ અંગે વીટીવીને આ બંને યુવા નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા હોવાંની માહિતી પણ મળી છે. બંને યુવા નેતાઓ રાહુલ ગાંધીને પાછલા બારણે મળ્યા હતાં. જો કે બંને નેતાઓએ આ બાબત છુપાવી હતી કે તેઓ રાહુલ ગાંધીને છુપા વેશે મળ્યા હતાં.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી એમ બંને યુવા નેતાઓએ વારાફરતી એક પછી એક રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

You might also like