રેપ કેસમાં ભોજપુરી ફરાર અભિનેતા મનોજ પાંડેની ધરપકડ, જુઓ આ VIDEO

મુંબઈ પોલીસે બળાત્કારના આરોપમાં પ્રખ્યાત ભોજપુરી અભિનેતા મનોજ પાંડેની આજે ધરપકડ કરી છે. મનોજ છેલ્લા સાત દિવસોથી ફરાર હતો. ગત 15 સપ્ટેમ્બરે એક યુવતીએ મનોજ પાંડે વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ ચારકોપ પોલીસે તેની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે મનોજ યુવતીઓ સાથે લિવ ઈનમાં રહેતો હતો અને તેમની સાથે બળાત્કાર કર્યા બાદ તેમને છોડી દેતો હતો.

યુવતીઓ સાથે તે સ્ટાર હોવાનું કહી મિત્રતા કરતો હતો અને તે યુવતીઓને પણ ભોજપુરી ફિલ્મમાં કામ અપાવવાનો વાયદો કરતો હતો. પીડિતાએ તો મનોજ પાંડે પર ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ મૂક્યો છે. મનોજ પાંડે ભોજપુરી ફિલ્મોના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર રાજકુમાર પાંડેનો ભાઈ છે. મનોજે ‘લહરિયા લૂટ રાજા જી’ અને ‘ખૂન ભરી માંગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

You might also like