હરિયાણા : ડિલીવરી બાદ ICUમાં દાખલ મહિલા સાથે થયું અકુદરતી સેક્સ

ચંડીગઢ : હરિયાણાનાં બહાદુર ગઢ ખાતેની એક હોસ્પિટલમાં આઇસીયૂમાં 22 વર્ષીય એક ગર્ભવતી મહિલા સાથે અકુદરતી સેક્સ કર્યાની ઘટનાં સામે આવી છે. આ ઘટનાં અંગે મળતી માહિતી અનુસાર એક ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં દાખલ થઇ હતી. જ્યાં તેનું સિઝેરિયન કર્યા બાદ તેને મોનિટરિંગ માટે આઇસીયૂમાં દાખલ કરવામાં આવી હતી. જો કે શનિવારે વહેલી સવારે 3.45 વાગ્યે એક વ્યક્તિ આઇસીયુમાં પ્રવેશ્યો હતો. તેણે મહિલા સાથે અકુદરતી સેક્સ કર્યું હતું અને ત્યાર બાદ ભાગી છૂટ્યો હતો.
જો કે મહિલાનું ઓપરેશન થયેલું હોવાથી તે પ્રતિકાર કરી શકી નહોતી. અજાણ્યા વ્યક્તિ દ્વારા અકુદરતી સેક્સ કર્યા બાદ તે ભાગી છૂટ્યો હતો. જ્યારે નર્સ આવી ત્યારે મહિલાએ નર્સને જાણ કરી હતી. ત્યાર બાદ પરિવારને જાણ કરાઇ હતી. પરિવારે પોલીસને બોલાવી હતી. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ ચાલુ કરી હતી. સીસીટીવીમાં તે વ્યક્તિ ઓળખાઇ ચુક્યો છે. પોલીસે હવે તેની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. મહિલાએ ફરિયાદમાં લખાવ્યું કે લગભગ 7 મિનિટ સુધી તેણે અકુદરતી રીતે તેની સાથે સેક્સ કર્યું હતું.
જો કે રાત્રે હોસ્પિટલની વ્યવસ્થા શું હતી. હોસ્ટિપટલનો સિક્યુરિટી સ્ટાફ ક્યાં હતો. આઇસીયૂમાં રાત્રે ડોક્ટર તો ઠીક પરંતુ કોઇ નર્સની પણ વ્યવસ્થા નહોતી વગેરે જેવાં સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે પોલીસે હોસ્પિટલનાં જવાબદાર અધિકારીઓને બોલાવીને પુછપરછ ચાલુ કરી છે. સાથે સાથે આરોપીની ધરપકડ માટેનાં ચક્રો પણ ગતિમાન કર્યા છે.

You might also like