કેન્યાએ મમતા કુલકર્ણીનો ડ્રગ સ્મગલર પતિ અમેરિકાને સોંપ્યો

કેન્યા: એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો સૂત્રધાર અને બોલિવૂડની પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીનો પતિ વિજયગીરી ઉર્ફે વીકી ગોસ્વામીને અમેરિકાના હવાલે કરી દેવામાં આવ્યો છે. વીકી ગોસ્વામીની ર૦૧૪માં મોમ્બાસાથી ધરપકડ કરવામાં આવી હતી. કેન્યાએ હવે અમેરિકાને તેનું પ્રત્યાર્પણ કરી દીધું છે. તેની સાથે તેના ત્રણ સાથીઓનો પણ સમાવેશ થાય છે, આમાંથી એક પાકિસ્તાની મૂળનો નાગરિક પણ છે.

ર૦૧૪માં કેન્યા પોલીસ અને અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી (ડીઇએ) દ્વારા હાથ ધરાયેલ એક જોઇન્ટ સ્ટિંગ ઓપરેશન બાદ વીકી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ દેશ નહીં છોડવાની શરતે તેને જામીન આપવામાં આવ્યા હતા. અમેરિકાએ કેન્યા પાસેથી વીકી ગોસ્વામીની કસ્ટડીની માગણી કરી હતી. આ સંદર્ભમાં કેન્યાની કોર્ટમાં મામલો પડતર હતો.

કેન્યાએ અમેરિકાની માગણી પર કાર્યવાહી કરીને વીકી ગોસ્વામી અને તેના ત્રણ સાગરીતોને અમેરિકાને હવાલે કરી દીધા છે. ત્રણ સાગરીતો પૈકી બે કેન્યાના નાગરિકો છે. વીકી ગોસ્વામીના પિતા ગુજરાતમાં પોલીસ અધિકારી હતા.
http://sambhaavnews.com/

You might also like