ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: રાહુલ ગાંધીએ નીતિશ કુમાર સાથે કરી વાત

વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીના નામની જાહેરાત કરી છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં 18 વિપક્ષ પક્ષોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આ મુદ્દે ફોન પર વાત કરી. રાહુલ ગાંધીએ ગોપાલકૃષ્ણ ગાંધી માટે જેડીયુના સમર્થનની માગ કરી હતી. રાહુલ ગાંધીની સાથે ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ નીતિશ કુમાર સાથે ફોન પર વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગોપાલકૃષ્ણ ગાંધીને સમર્થન આપવા તૈયાર હતા, પરંતુ વિપક્ષ દ્વારા મીરા કુમારના નામ પર મહોર મારવામાં આવી હતી. જેને લઇને નીતિશ કુમારે રાષ્ટ્રપતિ પદ માટે રામનાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ કારણોને લીધે રાહુલ ગાંધીએ નીતિશ કુમાર સાથે ગોપાલકૃષ્ણ ગાંધીને સમર્થનના માગ સાથે ફોન પર વાત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like