વેંકયા નાયડુએ CJI દિપક મિશ્રા વિરુધ્ધના મહાભિયોગ પ્રસ્તાવને ફગાવ્યો

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડૂએ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરુધ્ધ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલ મહાભિયોગ નોટિસને નામંજૂર કરી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ આપેલી મહાભિયોગ નોટિસ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ફગાવી દીધી છે.

બંધારણીય નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા બાદ વેંકૈયા નાયડૂએ આ નિર્ણય લીધો છે. તો વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવમાં 71માંથી 7 રિટાયર્ડ સાંસદના હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. ભાજપે ઉપરાષ્ટ્રપતિના આ નિર્ણયનું સ્વાગત્ કર્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસ સહિત 7 પક્ષોએ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી હતી.

આ અંગે રવિવારે અટોર્ની જનર કે. કે. વેણુગોપાલ સહિત સંવિધાનવિંદ તેમજ કાનૂની તજજ્ઞો સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. રાજ્યસભા સચિવાલયના સૂત્રો અનુસાર વેંકૈયા નાયડુએ અરજીને સ્વીકાર કરવો કે તેની નામંજૂર કરવી તેને લઇને તજજ્ઞોના સૂચન લીધા હતા.

અધિકારીઓના અનુસાર વેંકૈયા નાયડુએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા હૈદરાબાદના પોતાના પ્રવાસને ટૂંકાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિત 7 વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ સમક્ષ ચીફ જસ્ટિસ મિશ્રા વિરુધ્ધ મહાભિયોગ અંગે નોટિસ આપી હતી.

જો વેંકૈયા નાયડુ આ નોટિસનો સ્વીકાર કરે છે તો તેમણે આ નિયમ અનુસાર વિપક્ષ તરફથી લગાવામાં આવેલા આરોપની તપાસ માટે તેમણે 3 સભ્યોના ન્યાયમૂર્તિઓની એક સમિતિનું ગઠન કરવું પડે. ઉલ્લેખનીય છે કે મહાભિયોગ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરશે.

You might also like