પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંસારીએ એશોઆરામ પાછળ રૂપિયા ૩૭૭ કરોડ ફૂંકી માર્યા

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ પર એક એવા સમાચાર અને મેસેજ વાઈરલ થયા છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ એશોઆરામ પાછળ રાષ્ટ્રપતિના બજેટથી છ ગણો વધુ ખર્ચ કર્યો છે. ગઈ સાલ રાષ્ટ્રપતિએ રૂ. ૬૬ કરોડનો ખર્ચ કર્યો હતો તો ઉપરાષ્ટ્રપતિએ રૂ. ૩૭૭ કરોડ ઉડાવ્યા હતા એટલે કે દરરોજ રૂ. એક કરોડથી વધુ ખર્ચ ઉપરાષ્ટ્રપતિએ કર્યો હતો.

અંસારીના આવા ખર્ચ જોઈને વડા પ્રધાન મોદી પણ ચોંકી ઊઠ્યા છે. વાઈરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હામિદ અંસારીએ ૨૦૧૬-૧૭માં રૂ. ૩૭૭.૨૧ કરોડનો જંગી ખર્ચ કર્યો હતો, જે રાષ્ટ્રપતિના રૂ. ૬૬ કરોડના ખર્ચની તુલનાએ છ ગણો વધુ છે. હામિદ અંસારી અંગે થયેલા આ પર્દાફાશથી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ લૂંટ જોઈને પીએમ મોદી પણ સ્તબ્ધ છે.

ઉપરાષ્ટ્રપતિને કોઈ આલિશાન ભવન કે સુરક્ષાકવચ નહીં હોવા છતાં રાષ્ટ્રપતિથી છ ગણું વધારે ઉપરાષ્ટ્રપતિનું બજેટ કઈ રીતે હોઈ શકે? શું આ ગોટાળાને છુપાવવા અંસારીએ મુસ્લિમો અસુરક્ષિત હોવાનું નિવેદન કર્યું નથી ને? બજેટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર ૨૦૧૬-૧૭માં રાષ્ટ્રપતિના સ્ટાફ, નિવાસ અને ભથ્થાનાં ખર્ચનું કુલ બજેટ રૂ. ૫૬ કરોડ હતું.

જ્યારે ઉપરાષ્ટ્રપતિના મામલામાં રૂ. પાંચ કરોડનું હતું. રૂ. ૩૭૭ કરોડના ખર્ચ અંગે જણાવાયું છે કે બજેટ અનુસાર આ ખર્ચ એકલા ઉપરાષ્ટ્રપતિના બદલે સમગ્ર રાજ્યસભાનો ખર્ચ છે. આ રૂ. ૩૭૭ કરોડમાં રાજ્યસભાના સાંસદોના પગાર, રાજ્યસભામાં કામ કરતા કર્મચારીઓના પગાર, ડેપ્યુટી ચેરમેનનો પગાર અને રાજ્યસભાના ચેરમેન, ઉપરાષ્ટ્રપતિના પગાર સહિત અન્ય કેટલાય ખર્ચાઓનો સમાવેશ થાય છે.

You might also like