ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: કાલે થશે નાયડૂ-ગોપાલ કૃષ્ણ ગાંધીના ભાગ્યનો નિર્ણય

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે થવા જઇ રહી છે ચૂંટણીમાં સત્તારૂઢ એનડીએના ઉમેદવાર એમ વેંકૈયા નાયડૂનું પલ્લું ભારે થવાની વચ્ચે સંસદ સભ્ય મતદાન માટે તૈયાર છે. આ ચૂંટણીની કાલે સાંજ સુધી પરિણામ આવી જશે. લોકસભામાં બહુમત વાળા એનડીએ તરફથી ઉમેદવાર બનાવવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. વેંકૈયા નાયડૂનો દેશના આગળના ઉપરાષ્ટ્રપતિ પસંદગીનો રસ્તો લગભગ સ્પષ્ટ છે.

વિપક્ષે ગોપાલ કૃષ્ણ ગાંધીને પોતાના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રામનાથ કોવિંદની ઉમેદવારીનું સમર્થન કરનારા બીજેડીના અને જેડીયૂએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગાંધીનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે જેડીયૂએ બિહારમાં મહાગઠબંધન તોડી નાંખ્યું છે અને બાજપની સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પશ્વિમ બંગાળના રાજ્યપાલ પહી ચૂકેલા ગાંધીના પક્ષમાં મતદાન કરવાનો પોતાનો નિર્ણયમાં ફેરફાર કર્યો નથી.

સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી થનારી ચૂંટણીમાં સાંસદ પોતાની પસંદ જાહેર કરવા માટે ખાસ રીતે તૈયાર કલમનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચના અધિકારીઓને પરંપરાઓનો હવાલો આપતા જણાવ્યં કે ચૂંટણી તરત બાદ વોટની ગણતરી કરવામાં આવશે અને સાંજે સાત વાગ્યા સુધી પરિણામ પણ આવી જશે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં રાજકીય દળ વ્હીપ રજૂ કરી શકશે નહીં કારણ કે વોટ ખાનગી મતપત્રના માધ્યમથી નાંખવામાં આવે છે.

હાલના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. એ સતત બે વખત આ પદ પર રહી ચૂક્યા છે. નોંધનીય છે કે બંને સદનોમાં સભ્યોની કુલ સંખ્યા 790 છે. પરંતુ વર્તમાનમાં લોકસભામાં બે અને રાજ્યસભામાં એક સીટ ખાલી છે. લોકસભામાં કુલ 545 સભ્યોમાં ભાજપના 281 સાંસદ છે.

http://sambhaavnews.com/

You might also like