વિદેશી મહેમાનો માટે વાઇબ્રન્ટમાં દારૂની વ્યવસ્થા, 24 કલાક મળશે

અમદાવાદઃ 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશ વિદેશમાંથી મહેમાનો આવી રહ્યાં છે. ત્યારે વિદેશી મહેમાનો માટે ખાસ દારૂની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની પરમિટ ધરાવતી પંદર હોટલોમાં દારૂ વેચવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બે હોટલમાં ચોવીસ કલાક દારૂ મળી રહેશે.

વિદેશથી આવતાં મહેમાનો માટે એરપોર્ટ પરથી જ  સીધી  દારૂની પરમિટ આપવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના ખાસ અધિકારીઓ એરપોર્ટ પર ફરજ બજાવશે. વાઇબ્રન્ટ સમિટમાં 55 હજારથી વધુ ડેલિગેટ્સ નોંધાયા છે. જેમાં 15 હજારથી વધુ ડેલિગેટ્સ અલગ-અલગ 23 દેશોમાંથી ગુજરાત આવી રહ્યાં છે.

વિદેશી મહેમાનોને દારૂ પીરસવા માટે પરમિટ ધરાવતી 15 હોટલોમાં સવારના 10થી રાતના 12 વાગ્યા સુધી દારૂ આપવામાં આવશે. જ્યારે અમદાવાદની બે હોટલમાં ચોવીસ કલાક દારૂની ખાસ પરમિશન આપવામાં આવી છે. સામાન્ય રીતે પરમિટ ધરાવતી હોટલોમાં દારૂ વેચવાનો સમય બપોરના 12થી રાતના 8 વાગ્યા સુધીનો હોય છે. પરંતુ વિદેશથી આવતાં મહેમાનો માટે બે કલાક માટેનો સમય વધારવામાં આવ્યો છે.

home

You might also like