વાઈબ્રન્ટ સમિટ: ગુજરાતમાં આ વર્ષે આવશે 30 લાખ કરોડનું રોકાણ

ગાંધીનગરઃ આગામી 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ સમીટનો પ્રારંભ થવાનો છે. ત્યારે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિટ દ્વારા આ વર્ષે 30 લાખ કરોડના રોકાણોને ગુજરાતમાં ખેંચી લાવશે તેવી શક્યતા છે.  મળતા અહેવાલો મુજબ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 2017માં અનુમાનિત 30 લાખ કરોડ રૂપિયાના MOU કરવામાં આવશે. આ પૂર્વે વાઇબ્રન્ટ સમિટ – 2015માં રૂપિયા 25 લાખ કરોડના 21 હજાર 304 એમઓયુ થયા હતા.

10 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ – 2017નું ઉદ્ઘાટન કરશે. સ્થાનીક કંપનીઓ અદાણી , ટોરેન્ટ, ઝાયડસ, સિન્ટેક્સ અને નિરમા સાથે MRF લિમિટેડ, રિલાયન્સ, એસ્સાર, અલ્ટ્રાટેક, જેવી કંપનીઓ રોકાણ કરવા સજ્જ છે.

ચાઇનાનું પેસેફિક ગૃપ રૂપિયા 35000 કરોડના રોકાણ કરી શકે છે. આ સાથે જ ગુજરાત ક્રિકેટ અસોસિએશન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમના પુનહ નિર્માણ માટે 850 જેટલા, વિબગ્રોયબ અમ્યુ{મેન્ટ પાર્ક માટે 5000 MoU, રિતાનંદ બાલવેદ એજ્યુકેશન 1000 જેટલા MoU કરશે. આ ઉપરાંત MRF લિમિટેડ ઓટોમોબાઇલ ટાયર ક્ષેત્રે 4456 જેટલા MoU, રેડિયો એિ~ટવ ડિટેક્ટશન સિસ્ટમ માટે રેડકોમ 100 જેટલા MoU કરશે.

home

You might also like