વાયબ્રન્ટ સમિટ 2017: જાણો ફેમસ બિઝનેસ ટાયકૂને પોતાના ભાષણમાં શું કહ્યું

આજથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ 2017ની શરૂઆતમાં પીએમ મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં પોતાના વક્તવ્યથી શરૂઆત કરી હતી. પીએમ મોદી સવિયા પણ અનેક મહાનુભવો અને ખાસ મહેમાનોએ પોતાનું ભાષણ રજૂ કર્યું હતું. જાણો કોણે કોણે શું કહ્યું હતું.

ગૌતમ અદાણી: અદાણી ગ્રૂપના ચેરપર્સન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ગુજરાત અદાણી ગ્રુપની કર્મભૂમિ છે અને મારા ગૃહરાજ્યમાં સંબોધનનો મને આનંદ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની અસર ગુજરાત જ નહીં, પણ આખો દેશ અનુભવશે, અનેક રાજ્યોએ ગુજરાત મોડલ અપનાવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા 25,000 લોકોને રોજગારી અપાય છે. તેમણે એમ જણાવ્યું કે અદાણી ગ્રૂપે ગુજરાતમાં 2000 કરોડનું રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણી: તેમણે કહ્યું કે દિવાળી સુધી સમગ્ર રાજ્ય JIO 4G નેટવર્કથી કવર કરવામાં આવશે. તમામ વાઇબ્રન્ટમાં હાજર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગુજરાત ભારતમાં સૌથી વધુ FDI ધરાવતું રાજ્ય છે. મને ગર્વ છે રિયાલન્સ એક ગુજરાતી કંપની છે. મારા પિતા સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા અને ત્યાંથી શરૂઆત થઈ હતી. ઇતિહાસ તમને ટ્રાન્સફોર્મર પીએમ તરીકે યાદ રાખશે. તમે લોકોનું માઇન્ડ ઘણા ઓછા સમયમાં ચેન્જ કર્યું. તેમણે અંતે જીઓ વિશે પણ કહ્યું હતું કે આવનારા સમયમાં જીઓ દ્વારા દુકાન અને મોલમાં જીઓ દ્વારા કેસલેશની સુવિધા વિકસાવાશે.

રતન ટાટા: તેમણે પોતાનું વકતવ્ય ગુજરાતીમાં શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય છે. હું પણ ગુજરાતી છું અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા છીએ. ગુજરાત દેશમાં કાર મેન્ફેક્ચરિંગનું હબ છે.

You might also like