વાઈબ્રન્ટ ગુજરાતઃ ટૉઇલેટ ઓછાં, મોબાઈલ વધુ

ગુજરાતના લોકો માટે વધુ મહત્ત્વનું શું? ઘરમાં ટૉઇલેટ કે મોબાઈલ ફોન! ગુજરાત પાસે ટૉઇલેટ કરતાં મોબાઈલ વધુ છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ)ના સરવૅ અનુસાર ગુજરાતના ૯૮.૩ ટકા લોકો પાસે મોબાઈલ કનેક્શન છે જ્યારે ૬૯.૮ ટકા ઘરોમાં જ ટોઈલેટ છે. જોકે એક સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૭૩.૯૮ ટકા ઘરો ટૉઈલેટ ધરાવે છે.

એસઆરએસ-૨૦૧૪ના રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ૬૯.૮ ટકા ટૉઈલેટમાંથી ૬૧.૩ ટકા પાણીની સુવિધાવાળાં છે. પાંચ ટકા ટોઈલેટમાં પાણીની વ્યવસ્થા નથી જ્યારે ૨.૫ ટકા કમ્યુનિટી ટૉઈલેટનો ઉપયોગ કરે છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એપ્રિલ, ૨૦૧૬માં ડેટા રિલીઝ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૬.૧૮ કરોડ મોબાઈલ કનેક્શન છે. ૨૦૧૧ની વસતી પ્રમાણે ગુજરાતની વસતી ૬.૦૪ કરોડ છે. ૨૩ ટકા મોબાઈલધારકો ઈન્ટરનેટ ફેસિલિટી ધરાવે છે.

ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા ફાસ્ટફૂડ અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓ તરફ આકર્ષાય છે, પરંતુ જ્યારે મૂળભૂત જરૃરિયાતની વાત આવે છે ત્યારે તેઓ ઉદાસીન બની જાય છે. શિક્ષણ અને શૌચાલય જેવી વસ્તુઓને અવગણવામાં આવે છે. એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે, “ભારત સરકાર ટોઈલેટ બનાવવા માટે ૧૨,૦૦૦ રૃપિયાની સહાય કરે છે પણ ઘણાં લોકો આવતા નથી. ટૉઈલેટ બનાવી લે છે તો ઘણા તેનો ઉપયોગ પણ નથી કરતા.”

You might also like