બુલેટ ટ્રેન માટે વાઇબ્રન્ટમાં 67 હજાર કરોડનો MOU, રાજકોટમાં પણ કન્ટેનર યાર્ડ બનશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટનો આજે અંતિમ દિવસ છે, ત્યારે આજે ઘણા મહત્વના MOU અહીં સાઇન થયા છે. જેનાથી ગુજરાતમાં રોજગારીની તકો પ્રાપ્ત થશે. કેટલાક મહત્વના પ્રોજેક્ટમાં ગુજરાતમાં હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોના ઉત્પાદનનો MOU સાઇન થોય છે.  બુલેટ ટ્રેનના ભાગ બનાવવા માટે 67 હજાર કરોડનો MOU સાઇન કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં કન્ટેનર યાર્ડ માટે 100 કરોડનો MOU સાઇન કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટોથી ગુજરાતના વિકાસ સાથે યુવાનો માટે રોજગારીની તકો પણ ઉભી થશે.

વાઇબ્રન્ટ સમિટના અંતિમ દિવસે કેન્દ્રના કેટલાક કેન્દ્રય મંત્રીઓ પણ હાજર રહ્યાં હતા. ટેક્સસ્ટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના વિકાસની વાત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે ગુજરાતઓના બિઝનેસ સ્પિરિટને જોતા ટેક્સસ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ચોક્કસ પણ થશે. જ્યારે MSME સેમિનારમાં જાપાન, ચાઇના સહિતના દેશ વિદેશના રોકાણકારો આવ્યા હતા. આ વર્ષે અંદાજે 8835 કરોડના એમઓયુ વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા છે.

home

You might also like