વાઇબ્રન્ટ ગુજરાત: BRTS રેલિંગનાં કલર અને રિપેરિંગ પાછળ એક કરોડ ખર્ચશે

અમદાવાદ: પોતાની ઝડપ, નિયમિતતા અને સ્વચ્છતા માટે વખણાતી BRTS બસ સર્વિસનો શહેરમાં ૮૯ કિ.મી.નો વ્યાપ છે. દૈનિક આશરે દોઢ લાખ ઉતારુઓ ધરાવતા BRTSના સત્તાવાળાઓ આગામી વાઇબ્રન્ટ ગુજરાતના સંદર્ભમાં BRTS રેલિંગને કલર કરી તેમજ તેના આવશ્યક ભાગમાં રિપેરિંગ કરીને નવા રંગરૂપ આપવા જઇ રહ્યા છે. આની પાછળ આશરે રૂ. એક કરોડ ખર્ચાશે.

મ્યુનિ. સત્તાવાળાઓએ વાઇબ્રન્ટ ગુજરાતને ધ્યાનમાં રાખીને આશરે રૂ. અગિયાર કરોડના રોડ રિસરફેસિંગનાં કામોને તત્કાળ હાથ ધરવાની મંજૂરી આપી છ. આના પગલે હવે BRTSના સત્તાવાળાઓએ BRTS કોરિડોરની રેલિંગ તેમજ તેના રિપેરિંગની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

BRTSના સત્તાવાળાઓ કહે છે, ખાસ કરીને ઝુંડાલથી મણિનગર સુધીના ર૬ કિ.મી. લાંબા કોરિડોર પર તંત્ર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે. આ રૂટ પર ૪પ બસ સ્ટેશન કાર્યરત છે. સમગ્ર કોરિડોરની રેલિંગને કલર, રિપેરિંગ, બસ સ્ટેશનના તૂટેલા કાચ કે બાંકડા બદલવા, સ્ટેશનોની સાફ-સફાઇ, ગ્રીન-ટ્રી વગેરે બાબતોને તંત્ર પ્રાધાન્ય આપશે. BRTSને દૈનિક ૧૮થી ર૦ લાખની આવક થતી હોઇ કુલ ૧પ૭ બસ સ્ટેશનનો ઉતારુઓ અવરજવર માટે લાભ લે છે. BRTSં તંત્ર આગામી તા.૧પ ડિસેમ્બરથી વાઇબ્રન્ટ ગુજરાતના સંદર્ભમાં સુશોભિનીકરણનાં નવાં કામો હાથ ધરશે.
visit : www.sambhaavnews.com

You might also like