VHP નેતા પ્રવીણ તોગડિયા પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થયા, ગુજરાત-રાજસ્થાન પોલીસ સામે કોઇ સવાલ નથી

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયા આજરોજ સવારે 11 કલાકે પત્રકાર પરિષદ યોજી છે. ગુજરાત-રાજસ્થાન પોલીસ રાજકીય દબાણમાં ન આવે. તોગડીયાએ કહ્યું કે કાયદાનું પાલન કરી ન્યાયાલય જઇશ. વીએચપી નેતાએ કાર્યકર્તાઓને શાંતિ રાખવા અપીલ કરી. તમામ હિન્દુ સંગઠનો માટે લડતો રહીશ. મેં કોઇપણ અનૈતિક કામ કર્યું નથી.

હું કોઇનાથી ડરતો નથી તેમ પ્રવીણ તોગડીયાએ જણાવ્યુંહતું. મને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારી તબિયત સારી નથી. ડોકટરની મંજૂરી મળ્યા બાદ હું કોર્ટમાં હાજર થઇશ. મેં કોઇપણ અનૈતિક કામ કર્યું નથી તેમ તોગડીયાએ જણાવ્યું છે. હું સિક્યોરીટીને કહીને નીકળ્યો હતો. હું રહું કે ન રહું રામ મંદિર મામલે લડતો રહીશ. રામમંદિર, ગૌરક્ષા મામલે એકલો લડતો રહીશ. મને હોસ્પિટલમાં કોણ લાવ્યું તે ખબર નથી. તબિયત ખરાબ જણાંતાં હું ધનવંતરી હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસથી દૂર જઇને હું કોર્ટમાં હાજર થવાનો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાના ગુમ થવા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પ્રવિણ તોગડિયા રીક્ષામાં એક અજાણ્યા શખસ સાથે ગયા હતા. જેને લઇને એક મોટો ખુલાસો થવા પામ્યો છે, જેમાં પ્રવીણ તોગડીયા સાથે રીક્ષામાં ધીરૂ કપૂરિયા હતા. પ્રવીણ તોગડિયાને દાખલ કરાયા બાદથી ધીરૂ કપૂરિયા ગાયબ છે. આજરોજ ક્રાઇમ બ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટ ચંદ્રમણી હોસ્પિટલ પહોંચ્યા છે. તેઓ પ્રવીણ તોગડીયાને ગુમ થવાના મામલે પુછપરછ કરશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયા બાદ પ્રવીણ તોગડીયા 11 કલાક બાદ કોતરપુર પાસે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જો કે પ્રવીણ તોગડિયાના ગુમ થવા પાછળ કારણ શું હતું તે હજુ સુધી જાણી નથી શકાયું. કોતરપુર પાસેથી એક અજાણ્યા શખસે તોગડિયાને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

આમ, પ્રવીણ તોગડિયા હાલમાં જ્યારે ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે વકીલ બાબુ માંગુકિયાએ પ્રવીણ તોગડીયાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે તોગડિયાના ગુમ થવા બાબતે સૌ કોઇ દ્વિધામાં છે. જ્યારે પ્રવીણ તોગડીયાના પરિવારજનોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

You might also like