89 વર્ષની ઉંમરે વીહીપ નેતા અશોગ સિંઘલનું નિધન

ગુડગાંવ : 20થી વધારે સમય સુધી વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ રહેલા અને આ સંગઠનનાં આંતરરાષ્ટ્રીય સંરક્ષક અશોક સિંઘલનું 89 વર્ષની ઉંમરે ગુંડગાંવની મેદાંતા હોસ્પિટલમાં બપોરે 2.24 નિધન થઇ ગયું હતું. સિંઘલ શ્વાસ સંબંધીત બિમારી હતી અને છેલ્લા ઘણા દિવસોથી અસ્વસ્થ હતા, જેનાં કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
15 સપ્ટેમ્બર, 1926નાં રોજ આગરામાં જન્મેલા સિંઘલ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ પાસ કર્યું હતું. તેઓ લાંબો સમય સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ સાથે જોડાયેલા રહ્યા હતા. ગ્રેજ્યુએશન બાદ 1942માં તેમણે પોતાનું સંપુર્ણ જીવ સંધને સમર્પીત કર્યુ અને પ્રચારક બની ગયા હતા. સંઘ પ્રચારક તરીકે તેમણે ઉત્તર પ્રદેશનાં ગણા જિલ્લાઓમાં કામ કર્યું અને ત્યાર બાદ દિલ્હી અને હરિયાણાનાં પ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા.
1980માં તેમણે વિશ્વ હિન્દુ પરિષદમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને જોઇન્ટ સેક્રેટરી પદ આપવામાં આવ્યું હતું. 1984માં તેઓ જનરલ સેક્રેટરી બની ગયા અને ત્યાર બાદ કાર્યકારી અધ્યક્ષનાં પદ પર બેઠા હતા. આ પદ પર તેઓ 2011 સુધી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સંગઠનનાં આંતરરાષ્ટ્રીય સંરક્ષણ બન્યા હતા.

You might also like