Categories: India

પીએમ મોદીજી, હવે પાક. પર હુમલો કરી દોઃ વિહિપ-બજરંગદળ

આગ્રા: બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં આવેદનપત્ર મોકલીને પાકિસ્તાન વિરુદ્ધ સીધો જંગ છેડવા અપીલ કરી છે. બંને સંગઠનોએ વડા પ્રધાનને મોકલેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પઠાણકોટ હુમલા બાદ પાકિસ્તાન સાથે હવે કોઈ વાટાઘાટ કરવાના બદલે પાકિસ્તાન પર સીધો હુમલો કરી દેવો જોઈએ.

વિશ્વ હિન્દુ પરિષદે પોતાની અપીલમાં એવું પણ જણાવ્યું છે કે પઠાણકોટ હુમલામાં માર્યા ગયેલા છ આતંકીઓને ભારતની ધરતીમાં દફનાવવામાં ન આવે. વિહિપના વ્રજક્ષેત્ર અને બજરંગદળના સભ્યોએ વિહિપના ધર્મ પ્રચાર વિભાગના અધ્યક્ષ ચૌહાણના નેતૃત્વમાં જિલ્લા મેજિસ્ટ્રેટ પંકજકુમારને આ આવેદનપત્ર સુપરત કર્યું છે. તેમના તરફથી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશકુમાર શ્રીવાસ્તવે આ આવેદનપત્ર સ્વીકારીને ખાતરી આપી છે કે આ આવેદનપત્ર વડા પ્રધાન મોદી સુધી પહોંચાડવામાં આવશે.

ચૌહાણે પત્રકારો સાથે મ્યાનમારમાં ભારતીય લશ્કરની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બજરંગદળ અને વિહિપ એકલાં જ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાફી છે. જો ભારત મ્યાનમારને પાઠ ભણાવી શકતું હોય તો પછી પાકિસ્તાનને કેમ નહીં? પાકિસ્તાન પર આક્રમક કાર્યવાહી કરવા માટે હવે માત્ર વડા પ્રધાનની મંજૂરીની જરૂર છે.

admin

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

8 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

8 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

8 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

8 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

8 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

9 hours ago