ટીપુ સુલતાનની જયંતીનો વિરોધ હિંસામાં વિહિપના નેતાનું મોત

બેંગ્લુરુ: કર્ણાટક સરકાર દ્વારા ટીપુ સુલતાનની જયંતી ઉજવવાના નિર્ણયના વિરોધમાં હિન્દુત્ત્વવાદી સંગઠનો દ્વારા કરેલા પ્રદર્શન દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ થઈ. આ ઝડપમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક સચિવ કુટપ્પાની મોત થઈ. ભાજપની કર્ણાટક શાખાએ ટ્વિટ્ કર્યું કે, ‘ભાજપ વિશ્વ હિન્દુ પરિષદના નેતાની હત્યા વિરુધ્ધ સમગ્ર રાજયમાં વિરોધ કરશે.’ મુખ્યમંત્રી સિધ્ધા રમૈયા સંપૂર્ણ રીતે વીએચપી નેતા કુટપ્પાની મોતના જવાબદાર છે.

અગાઉ પણ ભાજપે ટીપુ સુલતાનની જયંતીના વિરોધનો આધાર સ્પષ્ટ કરીને લખ્યું હતું કે, ‘કોંગ્રેસ સરકાર દ્વારા ઉજવવામાં આવેલા જશ્નમાં ભાજપ ભાગ લેશે નહીં. ટીપુ એક ગદ્દાર હતો. તેઓ એક કુટ શાસક હતો. જેને ઘણા હિન્દુની હત્યા કરી હતી. કોંગ્રેસ દ્વારા ટીપુની જયંતી ઉજવવા અંગે ભાજપ તે લોકોનું અપમાન માને છે. જે ટીપુના હાથે મર્યા છે.

કર્ણાટક સરકારે ૧૦ નવેમ્બરને ટીપુ સુલતાનની જયંતી ઉજવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય બાદ દક્ષિણપંથી જૂથ સતત તેનો વિરોધ કરી રહ્યાં હતાં. વીએચપી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત ઘણા અન્ય હિન્દુત્વવાદી સંગઠન ટીપુ સુલતાનને સોંપી અસહિષ્ણુ શાસક ગણાવીને તેની જયંતી ઉજવવાનો વિરોધ કરી રહ્યા હતા. બીજી બાજુ કર્ણાટક સરકાર પોતાના નિર્ણય પર અડગ હતી.

દક્ષિણપંથી સંગઠનોએ પ્રથમ જ કાર્યક્રમનો વિરોધ કરવાનું એલાન કર્યુ હતું. આજે તેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે તેના પર પથ્થરમારો અને લાઠીચાર્જ દરમ્યાન વીએચપી નેતા મૃત્યું પામ્યા.

અગાઉ સરકારના આ નિર્ણયની ટીકા કરીને સંઘના ક્ષત્રિય સંઘચાલક વી. નાગરાજે કહ્યું હતું. ટીપુ મૈસૂર પ્રાંતના શાસક હતા. પરંતુ તેઓ ઇતિહાસમાં જે સૌથી ક્રૂર શાસક હતા. અમારી વાતનો ખોટો અર્થ કાઢવામાં નહીં આવે પરંતુ તે ઈતિહાસમાં દર્શાવે છે કે તેઓ અત્યંત અસહિષ્ણુ હતા. તેની તલવાર પર લખ્યું હતુંુ કે, તેઓ બિનમુસલમાનોની હત્યા કરશે. ટીપુ સુલતાને બેંગ્લુરૃમાં પોતાનો મહેલ વિષ્ણુ મંદિર પાસે બનાવ્યો હતો. ઈતિહાસકારોનું માનવુંુ છે કે, ટીપુના બધા મહેલ હિન્દુ મંદિરો પાસે બનાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ બધા ધર્મો વચ્ચે ભાઇચારામાં વિશ્વાસ રાખતા હતા.

You might also like