યશવંત સિન્હાએ છોડી બીજેપી, કહ્યું દેશમાં લોકતંત્ર પર ખતરો..

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ ભાજપ સાથે છેડો ફાડવાનું એલાન કરી દીધુ છે. તેમને ભાજપ છોડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આજે તેમને બોલાવેલી વિપક્ષોની બેઠકમાં ભાજપ સાથે છેડો ફાડવાનું નિવેદન આપ્યું હતું.

ભાજપ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, આજે દેશના લોકતંત્ર પર સંકટ જોવા મળી રહ્યું છે. બજેટસત્રમાં પણ અવરોધ ઊભા કરવાએ કેન્દ્રનું ષડયંત્ર હતું. હવે ભાજપ સાથે મારો કોઈ સંબંધ નથી. હું રાજકારણમાંથી પણ સંન્યાસ લઉં છું. તેમણે વધુમાં કહ્યું કે, મે સંબોધનમાં જાણી જોઇને મિત્રો નથી કહ્યું, જ્યારે દેશ મુસીબતમાં હતો, પટનાએ રસ્તો દેખાડ્યો હતો. આજ પણ દેશને પટના રસ્તો દેખાડશે. ગુજરાત ચૂંટણીના કારણે સંસદ સત્ર ટુંકુ કર્યું હતું, દેશમાં એવું ક્યારેય નથી થયું. અમે દેશની હાલત પર વિચાર કરવા આવ્યા છીએ. દેશની પરિસ્થિતિ ચિંતાજનક છે.

શનિવારે સિન્હા બિહારની રાજધાની પટનામાં હતા. તેમને બપોરે એક પ્રેસ કોન્ફરન્સ આ બાબતે યોજી હતી. તેમને કહ્યુ કે હુ બીજેપી સાથે તમામ સંબંધો તોડુ છુ. આજથી હુ કોઈ પણ પ્રકારની રાજનિતીથી છેડો ફાડુ છુ. પૂર્વ કેબિનેટ મંત્રી મુજબ મે ચૂંટણીની રાજનિતી તો ક્યારની છોડી દીધી છે. હવે હુ દળ માટે પણ રાજનિતી છોડી દઉ છુ. પરંતુ મારૂ હ્રદય હમેશા માટે ભારત માટે ધડકતુ રહેશે.

You might also like