રાષ્ટ્રપતિના પદની દોડમાં સામેલ થયા મુરલી મનોહર જોશી, PM સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ રાષ્ટ્રપતિ ભવન માટે પોતાનો રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે મુરલી મનોહર જોશીને આરએસએસ અને ભાજપ નેતૃત્વ વચ્ચે લોબિંગ શરૂ કરી દીધું છે.

દેશમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આગામી વર્ષે થવાની છે, જ્યારે હાલના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મુરલી મનોહર જોશીએ તાજેતરમાં આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત બીજા વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી.

22 મેના રોજ જોશી અને પીએમ મોદીની 7 આરસીઆરમાં મુલાકાત યોજાઇ હતી. જેમાં તેમણે અન્ય ઘણા મુદ્દાઓ ઉપરાંત રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના મુદ્દે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાના મુદ્દે સંઘની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આ કામ મુખ્ય રીતે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને કરવાનું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુરલી મનોહર જોશીએ જૂનના પહેલાં સપ્તાહમાં નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં મોહન ભાગવત સાથે લાંબી વાતચીત કરી હતી. આ ઉપરાંત તે 6 7 જૂનના રોજ મુંબઇમાં આરએસએસના બીજા નેતાઓને પણ મળ્યા હતા.

You might also like