દિગ્ગજ અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન, પરીવારમાં શોકની લહેર

ફિલ્મ અને ટીવની એક ચર્ચિત અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન થયું છે. તેઓ 63 વર્ષની હતા. રીટા ભાદુરીની બંને કીડની કમજોર થઇ ગઇ હતી અને તેઓ લાંબા સમયથી તેઓ દર બીજા દિવસે ડાયલિસિસ કરવા જતા હતા.

ઉલ્લેખનીય છે કે ડાયલિસિસ દરમિયાન પણ તેઓ ટીવી શો ‘નિમ કી મુખિયા’ જેમાં તેઓ ઇમરતી દેવીનું કિરદાર નિભાવી રહી હતી. તેનું શૂટિંગ કરતી હતી. આ અંગે તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મોટી ઉંમરને લઇને થનારી બિમારીઓના કારણે કામ કરવાનું પણ છોડી દે.

મને કામ કરવું પસંદ છે અને વ્યસ્ત રહેવાનું પસંદ છે. મને દરેક સમયે પોતાની બિમાર અંગે વિચારવાનું પસંદ નથી, જેના કારણે હું મારી જાતને સૌથી વ્યસ્ત રાખું છે. તેઓની અંતિમ યાત્રા આજે બપોરે 12 વાગે નીકળશે.

You might also like