જાણિતા અભિનેતા ઓમપુરીનું હૃદય રોગના હુમલાથી નિધન

મુંબઇઃ બોલિવુડના ઉમદા એક્ટર ઓમપુરીનુ નિધન થયું છે. આજે સવારે તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. 66 વર્ષિય ઓમપુરીનું નિધન હૃદય રોગના હુમલા થયું છે. ઓમપુરી એક એવા કલાકર હતા કે જેમણે સમાન્તર સિનેમાથી કમર્શલ સિનેમા સુધી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમના નિધન પર બોલિવુડે શોક જાહેર કર્યો છે.

ઓમપુરીએ હોલિવુડમાં પણ કામ કર્યું છે. ઓમપુરીનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. વર્ષ 1993માં ઓમપુરીએ નંદિતા પુરી સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2013માં ડિવોર્ડસ લીધા હતા. તેમનો એક પુત્ર છે. જેનું નામ ઇશાન છે. ઓમપુરીએ બોલિવુડ ઉપરાંત બ્રિટન અને અમેરિકાની ફિલ્મો માટે પણ કામ કર્યું છે.

ઓમપુરી અને નસીરૂદ્દીન શાહએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન  ઇન્ટિસ્ટ્યુટ પૂણેમાં એક સાથે અભ્યાસ કર્યો હતો. ઓમપુરીને અર્ધસત્ય ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેઓ એક ઉમદા કલાકાર હતા. તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. આર્ટ ફિલ્મોમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. જેઓ આજે ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

home

You might also like